________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
હવે આવા પ્રકારના પરસ્પર વિરોધી વિચારને જવાબ આપતાં પૂજન્ય સમાધાન કરતા જણાવે છે કે –
मुक्तस्येव तथाभाव-कल्पना यनिरर्थका ॥ स्यादस्यां प्रभवन्त्यां तु, बीजादेवाङ्कुरोदयः ॥५२३॥
અર્થ–મુક્તાત્માને તથાભાવની કલ્પના કરવી નકામી જ છે. કારણ કે જ્યાં બીજ હોય ત્યાં અંકુરને ઉદય પ્રગટ થાય છે, તેમાં તેવા પ્રકારના ભાવ પરિણામને હેતુતા સંભવે છે. પર૩
વિવેચન-સર્વ કર્મને ક્ષય કરીને શરીર, ઇન્દ્રિય, કાય, વચન વિગેરે એમના સંબંધથી મુકાયેલા એવા સિદ્ધ પરમાત્માઓને અન્ય એટલે આત્મસ્વરૂપથી બીજા પુદગલમય કર્મ દલના સગા સંબંધને અભાવ થયેલે હેવાથી, તથાભાવ રૂ૫ ભવ પરંપરાના કારણ રૂપ કહેવાતા તથાભાવની કલ્પના કરવી તે નકામી છે. તેનું એ કારણ છે કે સિદ્ધ પરમાત્માઓને તેવા પ્રકારના કર્મ બંધની પ્રકૃતિરૂપ રાગદ્વેષ રૂપ મુખ્ય હેતુઓને મૂલથી અભાવ થયેલે હેવાથી ભવ પરંપરા રૂ૫ ફળ ભાવને અભાવ આવે છે. તેથી તથાભાવરૂપ કલ્પના નકામી જ છે એમ જાણવું. તે વાતને પ્રતિકુલ વસ્તુની ઉપમા વડે ઘટાવતા કહે છે કે જેને સંસારમાં તથાભાવને મુખ્ય હેતુ રૂપે ક૯૫ના કરવામાં કદાચિત સમર્થતા આવે છે તે આવી જ રીતે-મગ, અડદ, વડ વિગેરેના બીજ ભૂત વસ્તુઓ વડે અંકુરે, થડ, પત્ર, ફલ વિગેરે પ્રગટ થયેલા અનુભવાય છે. પરંતુ પત્થર
For Private And Personal Use Only