________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
વિવેચન—જે જગતમાં ચેતન, સતત, યી, અરૂપી વિગેરે પદાર્થો છે તેમાં નવીન નવીન પ્રાપ્તિ બે ન થતી હોય અને એકજ સ્વભાવ કાયમ રહેતે હાય, એમ છે સ્વીકારવામાં આવે તે તે પદાર્થોમાં તેની પુરાણી અવસ્થા માત્ર કાયમ રહેવી જોઈએ. તે નથી રહેતી, કારણ દ્રવ્યરૂપે પદાર્થોને નિત્યતા રૂપ જે ધર્મ છે તેથી હવ્યાર્થિક નયથી સર્વ દ્રવ્યે નિત્ય છે, અને પર્યાયરૂપે નવા નવા પરિણામની પ્રાપ્તિને કારણે પુરાણુતા ત્યાગને નવીનતાને ગ્રહણ કરવારૂપ જે પરિણામીક ભાવ રૂપ જે પુરાણે સ્વભાવ છે, તેથી તે પદાર્થોની સદ્ સ્વભાવતા કાયમ રહે છે, જેમકે ઘટ પટ વિગેરે વ્યવહારમાં દેખાતા પદાર્થોમાં કથંચિત્ નિત્યસ્વરૂપ પુરાણું ધર્મતા (સ્વભાવતા) કથંચિત રહે છે, તેમ નવીન નવીન ભાવને પ્રાપ્ત કરી પુરાણ ભાવને ત્યાગ કરવાની પણ સ્વભાવતા કાયમ જ રહે છે, તેવી જ રીતે કથંચિત્ ઘટ પટ ભાવ તે કાયમ જ રહે છે. તેથી અહિં લેકમાં આ ન વા ને ઘટ છે એમ આપણને અનુભવરૂપ પ્રમાણુથી સિદ્ધ થાય છે. ૫૦૨
હવે ચાલુ વાતને જણાવતા કહે છે – योग्यताऽपगमेऽप्येव-मस्य भावो व्यवस्थितः। सर्वोत्सुक्यविनिर्मुक्तः, स्तिमितोदधिसनिमः ॥५०३॥
અર્થ–એવી જ રીતે આત્મામાં કર્મબંધનની એગ્યતા દૂર થયે છતે પણ આત્માના મૂલ સહજ સ્વભાવત્વ વ્યવસ્થિતજ રહે છે. ફકત તેમાં ઉત્સુક્તાથી રહિતપણું થયે છતે સ્થિર રવયંભૂ રમણની પેઠે સ્થિર રહે છે. પ૦૩
For Private And Personal Use Only