________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
[ ૭૬ ]
જે અભુત આનંદ અને સ્થિરતારૂપ જ્ઞાનને અનુભવ થાય તેને સંપ્રજ્ઞાત સમાધિ કહે છે. અહિંયાં જે ખરેખર વિચાર કરીએ તે જ જણાશે કે સંપ્રજ્ઞાત સમાધિમાં વિશેષ પ્રકારના તર્ક-વિચારરૂપ આત્માના જ્ઞાનાદિપર્યાયરૂપ અર્થને અને દ્વીપ સમુદ્રાદિક કેટલાક પદાર્થોનું જ્ઞાન થાય છે. તેવા પ્રકારનું જ્ઞાન તે રૂપી દ્રવ્ય જે જ્ઞાનને ગોચર છે તેવા અવધિજ્ઞાનથી પણ થાય છે, માટે ખરી રીતે તે લક્ષણ સંપ્રજ્ઞાતસમાધિમાં બંધબેસતું નથી. તેમજ સંપ્રજ્ઞાત પછી તુર્ત જ કેવલજ્ઞાન જ થાય છે. એને પતંજલિ મહર્ષિ અસંપ્રજ્ઞાત સમાધિ કહે છે તે સૂવ દષ્ટિએ અપ્રમાણ છે. વિરામપ્રત્યાખ્યાનપૂર્વ સં શોચ: "(નં. ૨૨૮)
અર્થ—અભ્યાસ કરતાં કરતાં છેવટે મન આલંબનને છોડી દઈ નિરાલંબન રીતે અગાચર આત્માદિ ભાવને પ્રાપ્ત કરવાનું સામર્થ્ય થાય એવો જે છેલ્લે સંસ્કાર તેને અસંસ્કાર કહે છે. આ લક્ષણ પણ અસંપ્રજ્ઞાતમાં ઘટતું નથી, કારણ કે સર્વ પ્રકારની શુભાશુભ વૃત્તિઓને સર્વથા ક્ષય કરીને આત્માના સહજ સ્વભાવરૂપ કેવલજ્ઞાનને લાભ પામે છતે તેવા પ્રકારના કેવલીઓને માનસવિજ્ઞાન (મતિશતાદિજ્ઞાન) નથી હોતું, કારણ કે કેવલજ્ઞાનમાં પૂર્ણપણે છે. તેથી અસંપ્રજ્ઞાતમાં તે લક્ષણ ઘટતું નથી. જૈનસિદ્ધાંતમાં અસંપ્રજ્ઞાત સમાધિ બે પ્રકારની કહી છે. એક સગી કેવલી સંબંધી અને બીજી અગી કેવલી સંબંધી, તેમાં પહેલી સગી કેવલીને સંકલ્પવિકલ્પરૂપ જ્ઞાન જેનાથી
For Private And Personal Use Only