________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
[ ૭૩ ]
सुदढप्पयत्तबाधारणं, गिरोहो व विजमाणाण । झाणं करणाण मयं, ण उ चित्तणिरोहमित्तांगं ॥१॥
વિવાર, छाया-सुदृढप्रयत्नव्यापारणं, निरोधो वा विद्यमानानाम् ।
ध्यानं करणानां मतं, नतु चित्तनिरोधमात्राङ्गम् ॥१॥
અર્થ—અત્યંત પ્રયત્નપૂર્વક મન, વચન, કાયા, પાંચ ઇંદ્રિય અને ચાર કષાય આદિ જે મેહનીય આદિ કર્મોને બાંધવામાં વિદ્યમાન (વર્તતા) કરણે-અસાધારણ કારણે છે તેમને રોકવાન (નિરોધ કરવાને) જે આત્માને પ્રશસ્ત વ્યાપાર તે યોગ (ધ્યાન) કહેવાય છે. એમ ગીતાર્થોને મત છે, પરંતુ એકલા ચિત (મન) માત્રને જ રોકવું એનું નામ ધ્યાન નથી કહ્યું. ૧ આવા પ્રકારને વ્યાપાર મુનિવરે અપ્રમત્ત દશામાં, વા ઉપશમભાવે, ક્ષાયિકભાવે વા ગુણશ્રેણિમાં કરે છે, માટે તેવી અવસ્થાને ધ્યાન અથવા યોગ કહે છે. કેવલીઓને આ વસ્તુમાં પૂણતા હોવાથી કંઈ પણ કરવાનું રહેતું નહીં હોવાથી ધ્યાન નથી હોતું. અહિં શંકા થાય છે કે-એમ પણ બને. જે ક્ષપકશ્રેણી તથા ઉપશમશ્રેણીમાં બીજા અપૂર્વકરણ (આઠમા ગુણસ્થાનક)માં થતું સામર્થ્ય યુગ અનાલંબનરૂપ છે એમ ગ્રંથકારે કહેલું છે, તો પછી તે ગુણશ્રેણીને નહિં પામેલા એવા અપ્રમત્ત સાતમા ગુણસ્થાનકમાં પ્રવૃત્તિ કરતા એવા મુનિઓ તેમજ સર્વ પ્રકારના બાહ્ય અભ્યતર સંક૯પવિકલપની પરંપરારૂપ મહાનદીને સુકવી
For Private And Personal Use Only