________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
મહામહોપાધ્યાય ન્યાયવિશારદ જન કવિ “ “શ્રીમદ યશોવિજયજી.” તેમનું જીવન અને તેમનું ગુજરાતી સાહિત્ય.
( લેખક–-યોગનિષ્ઠ મુનિ શ્રી બુદ્ધિસાગરજી.) “ જ મુજ રીઝની રીત, અટપટ એ૯ ખરીરી;
લટપટ નવ કામ, ખટપટ ભાંજ પરીરી. મલ્લિનાથ તુજ રીત, જન રીજે ન હુએરી; દેય રીજણને ઉપા૫, સાતમું કાં ન જુએરી. “ દુરારાધ્ય છે લોક, સહુને સમ ન શરીરી:
એક દુહવાએ ગાઢ, એક જે બોલે હસીરી. લોક લોકોત્તર વાત, રીજવે દેય જુઈરી; “ તાત ચક્રધર પૂજ્ય, ચિત્તા એહ હુઈરી. “ રીજવવો એક સાં, લોક તે વાત કરેરી; શ્રી નવિજય સુશિષ્ય, એહિજ ચિત્ત ધરેરી.
શ્રીમદ્ યવિજયજીકૃત શ્રી મલ્લિનાથ સ્તવન. આ મહા પુરૂષના જીવન ચરિત્રની રૂપરેખા તેઓના ગ્રન્થોમાં તેઓએ કાઢેલા વાણુના
ઉગારથી દોરી શકાય છે. આ શ્વેતામ્બર જૈન ધર્મના મહાન ઉપદેષ્ટા સામાન્ય દિગ્દર્શન- અને જૈન ધર્મરક્ષક ગીતાર્થ મુનિવર હતા. આ મહાપુરૂષના જન્મ ગુર્જર શ્રીમદનું જીવન ચરિત્ર જાણવાનાં સાધન. દેશમાં અમદાવાદમાં વિક્રમ સંવતના 19 મા સૈકામાં થયો હતો એમ
કેટલીક કિંવદન્તીઓથી તથા કેટલાક અનુમાનેથી કહી શકાય છે. આ જૈ તત્ત્વજ્ઞાની મહાન કવિનું ચરિત્ર કોઈ ઠેકાણેથી જોઈએ તેવા રૂપમાં લખેલું ઉપલબ્ધ થતું નથી. તેમના સમાનકાલીન પન્યાસ સત્યવિજય, વાચક વિનયવિજય, માનવિજય વગેરે સમર્થ વિનો હતા, તેમ છતાં તેમનું જીવનચરિત્ર કેઇએ સાહિત્યમાં જળવાઈ રહે એવા બબ્ધ તરીકે રચ્યું હોય એમ અદ્યાપિ પર્યન્ત નિર્ણય થયો નથી. જૈન દર્શનના મહાત્માઓમાં પોતાનું ચરિત્ર પોતાની મેળે તે વખતે આત્મપ્રશંસાદિ કેટલાક કારણોથી નહિ લખવાની પ્રણાલીકા હોવાથી તેના જીવન ચરિત્રની હકીકત તેમના શ્રીમુખથી વા લેખિનીથી કર્થ પ્રગટી શકે? તેઓ આચાર્ય પરંપરાની પાટ ઉપર થયો હોત તો કેટલીક હકીકત પદ્ધ પરંપર થનાર આચાર્યોની પેઠે જાણી શકાત. તેમના શિષ્યો જ્ઞાની થયા હોત તો તેઓએ પોતાના ગુરૂનું જીવન ચરિત્ર લખ્યું હતું. પણ તેમ દેખવામાં આવતું નથી. પૂર્વાચાર્યોની પાછળ થનાર તેમના શિષ્ય
For Private And Personal Use Only