________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
[ ૧૮ ] શાંતિના સ્તવનમાં પ્રભુને ભેટવાની જે ભાવના ભાવી છે તે અદ્ભુત છે. પ્રભુને ભેટવા માટે જે શબ્દો દ્વારા હૃદયોદ્ગારે કાયા છે તેનું સૂક્ષ્મ મનન કરીને તેમાં ઉંડા ઉતરીને સ્તવનને પ્રદેશ અવલોકીએ છીએ તે તેની અપૂર્વ રમણીયતા દેખાય છે. શાન્તિનાથના સ્તવનમાં તેમણે પ્રભુને ભેટવાના અર્થાત પ્રભુને મળવાના સંબંધમાં પોતાના વિચારોને ભક્તિરૂપે વહેવરાવીને સમ્યક્ત્વાદિ ગુણો વડે પ્રભુની પ્રાપ્તિ જણાવી છે, અને ધ્યાનવડે પ્રભુની પ્રાપ્તિ થાય છે, તેમ સિદ્ધ કરી બતાવ્યું છે. પ્રભુના ધ્યાનમાં જ્ઞાન, દર્શન અને ચારિત્રનો સમાવેશ થાય છે એમ પણ દર્શાવ્યું છે. ધ્યાનની પરિણતીમાં ધ્યાતા પ્રભુના સ્વરૂપની સાથે એકમેક બની જાય છે, અને તેથી તે પ્રભુને સંપ્રાપ્ત કરે છે. અનુભવ દર્શનથી પરોક્ષદશામાં પ્રભુનું દર્શન કરવાને ભક્ત સમર્થ બને છે. પ્રભુ ઉપર પ્રેમી બનેલો ભક્ત ક્ષણે ક્ષણે પ્રભુનું ધ્યાન ધરે છે, તેથી તે પ્રભુનું અદ્ભુત રૂ૫ દેખી શકે છે, અર્થાત અનુભવી શકે છે. શ્રીમદ્ભા સ્તવનથી તેઓએ પિતે એવો અનુભવ કર્યો છે એવું પરોક્ષ દશામાં જણાય છે. એમ તેમના સ્તવન ઉપરથી માલુમ પડે છે. તે સ્તવન નીચે મુજબ –
શાંતિનાથ સ્તવન. ધન દિન વેલા ધન ઘડી તેહ, અચિરાને નંદન જિનછ ભેટશુંજી; લીશુંરે સુખ દેખી મુખચંદ, વિરહ વ્યથાનાં દુઃખ સવિ મેટશુંજી. જારે જેણે તુજ ગુણ લેશ, બીજારે રસ તેને મન નવિ ગમે; ચાખ્યારે જેણે અમી લવલેશ, બાકસ બુકસ તસ ન રૂચે કિમેજી. તુજ સમકિત રસ સ્વાદને જાણ, પાપ કુભકતે બહુ દીન સેવિયુંજી; સેવે જે કર્મને યુગે તેહિ, વાંછે તે સમકિત અમૃત ધુરે લખ્યુંછ. તાહરૂ ધ્યાન તે સમક્તિ રૂ૫, તેહજ જ્ઞાનને ચારિત્ર તેહજ છે; તેડથારે જાએ સઘળાં પાપ, ધ્યાતારે ધ્યેય સ્વરૂપે હોય છે. દેખીરે અભૂત તાહરૂં રૂપ, અરિજ ભવિક અરૂપી પદવરેજી;
તાહરી ગત તું જાણે દેવ, સમરણ ભજન તે વાચક જ કરે છે.
શ્રીમના ભક્તિમય એક સ્તવનપર જે બરાબર ભાવાર્થ જોવામાં આવે તો એક મોટો ગ્રન્થ થઈ જાય તેથી અત્ર તેમના ભક્તિના સ્તવનનું સંક્ષેપથી અલ્પ શબ્દમાં દિગ્દર્શન કરવામાં આવે છે. શ્રીમદ્દ ભક્તિરસમાં રસીલા થઈને પરમાત્માને ભેટવા અત્યન્ત ઉસુક બની ગયા છે. અને તેઓ પરમાત્માની ભક્તિમાં લીન થઈને લોક અર્થાત દુનિયાની રીઝને અનાદર કરે છે. દુનિયાને રીઝવવી અને પ્રભુને રીઝવવા એ બન્ને કાર્ય સાથે બનતાં નથી. મનુષ્ય.' દુનિયાને રીઝવવા પ્રયત્ન કરે છે તો પણ તે દુનિયાની રીજરૂપ કાર્ય પાર પડતું નથી. એક મનુષ્યને રીઝવવામાં આવે છે તે અન્ય વિચારવાળો મનુષ્ય નાખુશ થાય છે. મનુષ્યની એક સરખી મતિ નથી અને તેથી તેઓના ભિન્ન ભિન્ન વિચાર હોય છે તેથી કોઈથી સઘળી દુનિયા રીઝવી શકાતી નથી. ઉત્તમ ભક્ત મનુષ્યો દુનિયાને રીઝવવા પ્રયત્ન કરતા નથી. ભરત ચકવાની શાળામાં ચક્રરત્ન ઉત્પન્ન થયું અને એક તરફ ઋષભદેવ ભગવાન પધાર્યાના સમાચાર સાંભળ્યા. આ બન્નેમાંથી પહેલી પૂજા કેની કરવી એવો વિચાર કરીને ભરતરાજાએ ચક્રરત્નની રીઝે ત્યાગીને ઋષભદેવનું દર્શન કર્યું. દુરારાધ્ય લોક છે. દોરંગી દુનિયા છે. સધળી દુનિયા કોઇનાથી રીઝ પામી નથી અને પામનાર નથી, માટે દુનિયાદારીની રીઝ ત્યાગીને
For Private And Personal Use Only