________________
Shri Mahavir Jain Aradhana Kendra
Acharya Shri Kailassagarsuri Gyanmandir
નિવેદન,
શ્રી અધ્યાત્મજ્ઞાન પ્રસારક મંડળ તરફથી પ્રસિદ્ધ થતી શ્રીમદ્ બુદ્ધિસાગરસૂરિજી ગ્રંથમાળાના ગ્રંથાંક ૯૯ તરીકે શ્રીમદ્દ યશવિજય જીવનચરિત્ર (નિબંધ) પ્રકટ કરવામાં આવે છે.
પૂજ્ય સૂરિજી મહારાજ વિ. સં. ૧૯૬૮માં પાદરા મુકામે પધાર્યા ત્યારે વડોદરા ખાતે શ્રી ચોથી ગુજરાતી સાહિત્ય પરિષદ્ ભરાવાને થોડા જ વખત બાકી હતો. આ વખતે શ્રીમાન સંપતરાવ ગાયકવાડે ગુરૂ મહારાજની પાસે તે સાહિત્ય પરિષદુમાં પધારવા માટે તથા કાંઈક ભાષાસાહિત્ય પ્રસાદીની માંગણી કરવાથી ગુરૂ મહારાજે તત્કાલ, આ જીવન ચરિત્ર તૈયાર કર્યું. જેનકેમમાં પૂર્વે મહાન આચાર્યો થઈ ગયા છે કે જેમણે ધર્મ અને ભક્તિનાં પુસ્તકે આલેખી તેમાં મહાન રસ સાગરે રેલ્યા છે. શ્રીમદ્દ યશોવિજયજી. મહારાજ એક મહાન વિદ્વાન, કવિવર પંડિત, ભાષા તથા ચમત્કારિક કવિ થઈ ગયા છે. સાક્ષાત સરસ્વતીનંદન જેવા આ મહાન ધુરધરનું જીવનચરિત્ર વાંચતાં વાંચકને
www.kobatirth.org
For Private And Personal Use Only