________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૩ ) ચાર વર્ષ પૂર્વે હુંબડ જૈનોનાં બસે ઘર હતાં. લાલ દરવાજાની પૂર્વના ઉંચા ક્ષેત્રમાં એક વાવ છે. અને તે આરસપાષાણથી બનેલી છે, તે વાવમાં પૂર્વે મુસલમાનોના હુમલા વખતે ઘણું મૂર્તિ પધરાવી હતી. વિજાપુર પૂર્વે પરમારના તાબામાં હતું. પશ્ચાત મુસલમાન બાદશાહોના અને પશ્ચાત નામદાર ગાયકવાડ સરકારના તાબામાં હાલ છે.
વિજાપુરના મનુષ્યને ઉપદેશ. વિદ્યાપુરીય સર્વવર્ષીય મનુષ્યને સ્વજન્મભૂમિ કર્તવ્ય ફરજથી ઉપદેશ સમર્પવામાં આવે છે. વિદ્યાપુરીય સર્વવર્ષીય મનુષ્યની ઉન્નતિને આધાર ખાસ કેળવણી અને પરસ્પર સાહાયપર છે એમ મનમાં વિચારવું જોઈએ. બાલલગ્ન, વૃદ્ધ લગ્ન, વગેરેમાં હદ બહારનું ખર્ચ, નકામા રૂટી વરાથી કરાતાં ખર્ચો વગેરેનો પરિહાર થવાથી આત્મજ્ઞાતિ અને સન્નતિ થશે. વિજાપુરમાં મહા વિદ્ધાને, સત્તાધિકારીઓ અને મહાન વ્યાપારિયા પ્રગટ થાય એવી પ્રગતિની વ્યાવહારિક યોજનાઓ ઘડીને તેને અમલમાં મૂકવી જોઈએ. શરીરનું એક અંગ ક્ષીણ, દુર્બલ થતાં તેની અસર અન્ય અંગ પર થાય છે તદ્દત વિજાપુરમાં ગમે તે વર્ણની લીણતા દુર્બલતા થતાં અન્ય કોમોને ધકકો લાગ્યો છે, લાગે છે અને લાગશે તેને નિશ્ચય કરીને ગમે તે અંગની દુર્બલતાનો નાશ કરી તેની પુષ્ટિ કરવા પ્રયત્ન કરવો જોઈએ. સાંકળને અંકોડાની પેઠે પરસ્પર સર્વ જાતની કોમોએ એક ' બીજાની સાથે સંપથી સંબંધિત થઈને વર્તવું જોઈએ. હાલન પ્રવૃત્તિ ભાગના જમાનાની હરીફાઈમાં વિજાપુરના લોકોએ આગળ પ્રગતિ કરવાના સર્વ ઉપાય વડે પ્રવૃત્તિ કરવી જોઈએ. ચરોત્તર, કાનમ ચરોત્તર અને કાઠીયાવાડ કરતાં વિજાપુરના લોકે ઘણા પાછળ છે. વિજાપુરના લેકે જે પ્રમાદ ઉધમાં ઉંધ્યા કરશે તો ભવિષ્યમાં તેઓને ઘણું શવવું પડશે. ધાર્મિક મતભેદથી વિજાપુરના લોકોએ કુસંપ કરીને આત્માને દુરૂપયોગ ન કરવો જોઈએ. પ્રામાણ્ય, ભ્રાતૃભાવ, સહાનુભૂતિ, ઉદારતા, ગુણાનુરાગ, ઉદ્યોગ, સાહસ, શારીરિક શક્તિ, કેળવણી, વાચ, આત્મશ્રદ્ધા, સ્વામી વગેરે ગુણોનો પ્રાપ્ત કરવામાં વિધાપુય લોકોએ સદા પ્રયત્ન કરવો જોઈએ. વિજાપુરમાં વિદ્યા, કવિતા, શોર્ય લમી, વગેરે જે જે શકિત પૂર્વે હતી તે પછી પ્રાપ્ત થાય તે માટે વિજાપુરના લોકોએ ખાસ કાળજી રાખીને પ્રયત્ન કરવો જોઈએ. વિજાપુરમાંથી, કુસંપ, દેહ, ઈર્ષા, નિન્દા, આલસ્ય,
For Private And Personal Use Only