________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
વિજાપુરવૃત્તાંતની પ્રસ્તાવના.
અમારી વિજાપુર જન્મભૂમિ હોવાથી તેનું વૃત્તાંત લખવાની કેટલાંક કારણોથી ફરજ અદા કરવા કુરણ થઈ–વિજાપુરની પ્રાચીન કાળમાં કયા દેશમાં ગણના થતી હતી તે ઐતિહાસિક દષ્ટિએ નિરીક્ષવાની આવશ્કતા છે. ટોડરાજસ્થાન, ફાર્બસ રાસમાળા, સુધર્મગચ્છપદ્દાવલિ, તથા જૈનાચાર્યો કૃત કેટલીક પાવલિયામાં વિજયપુર (વિધાપુર) વિજાપુરનો નામોલ્લેખ વગેરે હકીકત મલી આવી. વિજાપુરની આસપાસના પ્રદેશને લગતા ઈતિહાસનું જેટલું બને તેટલું અવલોકન કર્યું, વિજાપુર સંબંધી એક લેખ બારોટના ઘરમાંથી મળી આવ્યું. તે વિજલદેવ પરમાર સંબંધી હતા તેને વૃત્તાંતમાં દાખલ કરવામાં આવ્યો છે. ફાર્બસ રાસમાળામાં વિજયપુર (વિજાપુર) વસાવવા સંબંધી જે વૃત્તાંત હતું તેને પણ વિજાપુર વૃત્તાંત સાઢ્યર્થે ઉધૂત કર્યું છે. વિજાપુરની પૂર્વ દિશાથી કંઈક અગ્નિખૂણા - રફ સાબરમતીના કાંઠા પર આવેલ જૂના સંઘપુર ગામમાં શ્રીચંદ્રપ્રભુના દેરાસરની ભીંતમાં બબ્બે હાથ લાંબાં તથા એકેક હાથ પહેલાં બે પાટીયાં પર એક લેખ છે તે વાંચવા તરફ લક્ષ્ય ગયું, સં. ૧૯૨૪ ની રેલીમાં સંઘપુર તણાયું ત્યારે જૂનું સંધપુર ભાગ્યું અને નવું સંધપુર વસ્યું–જૂના સંધ પુરના દેરાસરમાં જે લેખ છે તે પૂર્વે ઘાંટુના દેરાસરમાં હતા. ઘાંટુમાં એ શિલાલેખ વિજાપુરથી ગયો હોય એમ કલ્પના થાય છે. ઘાંટુના દેરાસરનું ખંડીયેર હજી વિધમાન છે. વિજાપુરના દેરાસરનો મુસદ્ભાનેના વખતમાં ભંગ થશે. તે વખતે પ્રાયઃ તે શિલાલેખને ઘાટુને સુરક્ષિત જાણી ત્યાં લઈ જવામાં આવ્યો હોય અને પશ્ચાત સં. ૧૮૧૫ લગભગમાં ઘાંટુ ભંગ થયો ત્યારે તે શિલાલેખને જૂના સંઘપુરના દેરાસરમાં મૂકવામાં આવ્યું હોય એમ કેટલીક કિવદનીથી અનુમાન કલ્પના કરાય છે. જૂના સંઘપુરમાં જે શિલાલેખ છે તે વાંચતાં વિજલદેવ પરમારે ત્રીજી વારનું વિજાપુર મૂળસ્થાને વસાવ્યું એમ વિજાપુર વૃત્તાંતમાં લખવામાં આવ્યું છે. તેને ટેકો મળે છે પરંતુ તેમાં વિશેષ એટલું છે કે વિજલદેવના પુત્ર બાહડે વિજાપુર વસાવ્યું એમ શિલાલેખથી સિદ્ધ થાય છે. સંઘપુરના દેરાસરમાં ચાર શિલાના પાટીયાપર શિલાલેખ હતે તેમાંથી બે પાટીયા વિજાપુરમાં આવેલો સંભવે છે " ત્યાં બે પાટીયાં છે તેથી તથા તેમની અધુરી હકીકતથી કેટલીક બાબતોની ચોક્કસ નિર્ણય
For Private And Personal Use Only