________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૧૪) તેડવા જા. માણેકચંદ્રને શ્રદ્ધા નહોતી પણ માતાના કહેવાથી રાત્રે ત્યાં મસાણમાં પરીક્ષા કરવા ગયા. તેમણે અંધારામાં મશાલ સળગાવી અને આનંદવિમલસૂરિની દાઢી પર ધરી તેથી તેમની દાઢીના વાળ બળી ગયા અને તેમનું મુખ દાઝયું, તે પણ માન-શાંત રહ્યા, તેથી માણેકચંદ શેઠને તેમના સાધુત્વની શ્રદ્ધા થઈ અને ગુરૂના પગે પડશે. આનંદવિમલસૂરિએ તેને બોધ આપે. તેથી તે ગુરૂભક્ત બને. માણેકચંદશેઠની પાલીમાં દુકાન હતી. ત્યાં આનંદવિમલસૂરિ ચોમાસું રહ્યા. ત્યાં આનંદવિમલસૂરિએ શત્રે યમાહાભ્ય વાંચ્યું. તેથી સિદ્ધાચલની યાત્રા કરવા માણેકચંદને ઘણે ભાવ થયે અને સિદ્ધાચલનાં દર્શન કર્યા વિના ભજન નહીં લેવાની પ્રતિજ્ઞા કરી તપ આદર્યું. અને યાત્રા કરવા ચાલ્યા. સાતમા દિવસના ઉપવાસે તે પાલણપુર અને સિદ્ધપુરની વચ્ચેના મગરવાડામાં આવ્યા, ત્યાં તે વખતે ગામ નહોતું, ત્યાં રાત્રીએ તેમને ભિલ્લોએ લુંટી લીધા અને મારી નાંખ્યા. મરતી વખતે તે સિદ્ધાચલના ધ્યાનમાં તથા પંચપરમેષ્ટિમંત્રના ધ્યાનમાં આરૂઢ થયા હતા, તેથી મરીને વ્યંતર નિકાયમાં માણિભદ્ર વીર તરીકે ઘણું દેના ઉપરી થયા. તે સમયમાં ખંભાતમાં ખરતરગચ્છ અને તપાગચ્છના યતિમાં મતભેદે ઝઘડો થયો હતો અને ખરતરગચ્છના યતિએ તપાગચ્છના યતિને ભૈરવની આરાધના કરી મારી નંખાવ્યા. પાંચસે યતિ મરી ગયા તેથી આનંદવિમલસૂરિએ પાલણપુર તરફ વિહાર કર્યો. તે મગરવાડાની ઝાડીમાં આવી ઉતર્યો. ત્યાં રાત્રે આનંદવિમલસૂરિ ધ્યાન ધરતા હતા, તેમની પાસે માણિકચંદ્ર શેઠે આવી દર્શન દીધાં. સૂરિએ તેમને ઓળખ્યા. માણેકચંદે પિતાનું મરણ વૃત્તાંત વગેરે સર્વ હકીકત કહી. માણિભદ્ર વીર તરીકે પિતાની ઉત્પત્તિ કહી, તથા સેવાચાકરી માટે યાચના કરી. આનંદવિમલસૂરિએ કહ્યું કે ખરતરગચ્છના યતિએ ભૈરવ આરાધી અમારા ગચ્છના સાધુઓ પર મૂક્યો છે, તેનું નિવારણ કરો અને તપગચ્છના આચાર્ય સાધુઓ, યતિઓ વગેરેની સહાય કરે. માણિભદ્રવીરે કહ્યું કે હું આપની સેવામાં હાજર રહીશ અને ભૈરવને ઉપદ્રવ ટાળીશ, પણું મારી માગણું છે કે, તપાગચ્છના ઉપાશ્રયમાં તથા
For Private And Personal Use Only