________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૨૫
સમાન માતાના ખોળામાં તેઓ લાડથી ઉછર્યા. ખુશાલમાતાના કોડ પૂર્ણ થયા. બાલ્યાવસ્થામાં તેમણે રમતગમતથી પોતાના શરીરને પુષ્ટ કર્યું. તેઓ પાંચ છ વર્ષના થયા બાદ માતપિતાએ નિશાળમાં મૂકવાનો વિચાર કર્યો. શ્રીમાલીવાડામાં ધનેશ્વર મહેતાની નિશાળમાં તેમને નિશાળગરણથૂર્વક બેસાડવામાં આવ્યા. હાલના કરતાં તે વખતની ગામઠી શાળાઓ જુદા પ્રકારની હતી. ગામઠી શાળાઓનું ભણામણું બધું ૩-૪-૫ રૂપૈયામાં સમાઈ જતું હતું. તેમણે બે ત્રણ વરસ પર્વત ગુજરાતી શાળામાં અભ્યાસ કર્યો અને તે વખતે ભણનાર વિદ્યાર્થીઓમાં પ્રથમ નંબરે ઉત્તીર્ણ થયા. પશ્ચાત્ મુંબઈમાં અંગ્રેજી માસ્તરનો યોગ મળ્યાથી તેમણે અંગ્રેજી એક બુકનો અભ્યાસ કર્યો. પશ્ચાત પંદર સોળ વરસની ઉમર થતાં તેઓ નોકરીએ લાગ્યા. તેમનામાં સારા સદ્દગુણો અને પ્રમાણિકપણું ખીલ્યું હતું, તેથી લોકોમાં તેમની પ્રતિષ્ઠા વધવા લાગી. તેમના પિતા તેમને વારંવાર પરદેશ વેપાર કરવા જવા માટે શિખામણ આપતા હતા. શેઠ રવચંદ કંકુચંદ કે જે તેના મોટા ભાઈ હતા તેમની સાથે તેઓ મુંબાઈ ગયા હતા, ત્યાં તેઓ અનેક જાતના વેપારને અનુભવ કરવા લાગ્યા. પોતાની પ્રમાણિકવૃત્તિથી અને અને આકર્ષણ કરવાની શકિતથી મોટા મોટા જેન વેપારી શેઠીયાઓને પ્રિય થયા. સંવત ૧૯૪૪ ની સાલમાં તેમણે મુંબાઇમાં પોતાના નામની કમીશન એજન્ટની દુકાન શરૂ કરી. તે નામ અને ધંધે હાલ સુધી કાયમ છે. પોતાનાં પુણ્યના પ્રતાપે કાપડ વગેરેની દલાલીમાં સારી રીતે ફાવવા લાગ્યા અને તેથી લક્ષ્મી વધવા લાગી.
સંવત ૧૯૩૬ ની સાલમાં તેમનું અહમદનગરની જૈન કન્યા બાઈ મેનાબાઈની સાથે પ્રથમ લગ્ન થયું. બાઈ મેનામાં સતીના ગુણો હતા તેથી તે બાઈ મગનલાલને સંસાર વહેવારમાં ચઢતીની કળામાં એક કારણ રૂપ થયાં. બાઈમેનાને સ્વર્ગવાસ સંવત ૧૯૪૮ ની સાલમાં થયો, અને તેજ સાલમાં સંઘપુરની શ્રાવિકા ચંદનની સાથે તેમનું લગ્ન થયું. ચંદન એક સારા કુળમાં જન્મેલી જૈન કન્યા હતી. બાઇ મેનાના ભાઈ લલ્લુભાઈ. કરમચંદ કે જેઓ સં. ૧૯૪૬ થી મગનલાલ શેઠની પાસે છે તેમની સાથે બાઈ ચંદનનો ભાઈ કરતાં પણ વિશેષ સંબંધ હતો. તેઓ બાઈ ચંદનના ગુણોની ઘણી પ્રશંસા કરે છે અને કહે છે કે કુટુંબને જાળવવા માટે અને પતિની સેવા ચાકરી કરવા માટે ચંદનના જેવા ગુણે બીજામાં મેં ભાગ્યેજ જોયા હશે. વિજાપુર અને આસપાસના જે જે સગાસંબંધીઓ મુંબાઈમાં આવતા તેઓની સેવા ચાકરી કરવા માટે તે કચાશ રાખતી નહોતી. પોતાના કુટુંબને તે પ્રસંગોપાત સારી સલાહ આપ્યા કરતી હતી. શેઠ મગનલાલ કંકુ
For Private And Personal Use Only