________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
જોઈએ કે જેથી તેઓ જન્મભૂમિના ઉપકાર-ઋણમાંથી ઉપદેશ ફરજ અદા કરી છૂટી શકે. મહાત્માઓની વસુધા-કુટુંબ દષ્ટિ હોય છે. સર્વ ભૂમિપર સમાનભાવ હોય છે તે પણ જગના વ્યવહારની દષ્ટિએ સંસારી મનુબેને સ્વજન્મભૂમિ પ્રેમ ઉત્પન્ન થાય અને તેઓ વિવેક પ્રાપ્ત કરીને વ્યાપક દૃષ્ટિવાળા બને તેવી દષ્ટિનાં પગથીયે ચઢાવવાની મુખ્ય ફરજ તેઓની હોય 2. महाजनो येन गतः स पन्था, यद्यदाचरति श्रेष्ठः तत्तदेवेतरो
ન: એ સૂત્ર પ્રમાણે બાળજીવને સ્વભૂમિપ્રેમ પ્રગટે, દેશપ્રેમ પ્રગટે, સ્વક્તવ્ય કર્મ સુઝે, સ્વોન્નતિના ઉપાય સુઝે એવી દષ્ટિએ મહાત્માઓને બાળજના વિચારને પિતાના ઉપર આરેપ કરી પ્રવૃતિ કરવી પડે છે અને અન્તરથી સાક્ષીરૂપ પાત્ર બની કર્તવ્ય બજાવી નિર્લેપ રહેવું પડે છે એ નિયમને અનુસરી વિદ્યાપુર વૃત્તાંત લખવામાં પ્રવૃતિ થઈ છે–સર્વને પરસ્પર એક બીજાને ઉપકાર છે. જન્મભૂમિના ઉપગૃહ ( ઉપકાર ) ને ગ્રહ્યા વિના કેાઈ પણ જીવી શકતો નથી. નિષ્કામદષ્ટિએ ગમે તે રીતે સ્વફરજથી જન્મભૂમિ ઉપકાર પાછો વાળવો જોઈએ, નિષ્કામદશાએ ત્યાગી મનુષ્ય લેખો, ગ્રંથો અને ઉપદેશ આપીને સ્વફરજ અદા કરી સ્વજન્મ ભૂમિને ઉપકાર વાળી શકે છે. માતા-પિતાને ઉપકાર, શિક્ષકોને ઉપકાર, આજુબાજુના સંબંધીઓને ઉપગ્રહ, પાંચ ભૂતને ઉપકાર, ધર્મ-વિદ્યા દાતાઓને ઉપકાર વગેરે અનેક જાતના ઉપકાર તળે આ લેખકનો આત્મા આવેલ છે તેથી તે સ્વજન્મભૂમિને ઉપગ્રહ કરવા સ્વફરજ અદા કરે છે. માતાપિતા, કુટુંબ, પશ્ચાત શિક્ષકોના ઉપકાર, પશ્ચાત જેનદેશી શેઠ નથુભાઈ મંછાચંદના ઉપકારથી ઉપગ્રહીત થવું પડયું. સં. ૧૯૪૭ની સાલથી વિદ્યાશાળામાં ધાર્મિક શિક્ષણ લેવા માંડ્યું, ત્યારથી દેશી નથુભાઈ મંછાચંદના સંબંધમાં આવવું પડયું. દોશી નથુભાઈ મંછાચંદના અનેક ગુણોની અસર અમારા આત્માપર થઈ. વિજાપુર વિદ્યાશાળાના વહીવટમાં શેઠ નથુભાદ મંછાચંદ સં. ૧૯૨૪ ની સાલથી શેઠ મંછારામ લવજીની સાથે જોડાયા. શ્રીમાન પરમગુરૂ મુનિરાજ શ્રી વસાગરજી મહારાજના પ્રતિબોધથી નથુભાઈએ સમ્યકત્વની પ્રાપ્તિ કરી. દોશી નથુભાઈ ઘરના સુખી હતા. તેમ નામાં પ્રમાણિપણું સારું હતું, તેથી વિદ્યાશાળાને સારી રીતે વહીવટ કરી શક્યા. શ્રી રવિસાગરજી મહારાજ, શ્રી ધર્મસાગરજી મહારાજ આદિ મુનિરાજોના સમાગમમાં આવી શ્રાવકનાં વ્રત અંગીકાર કરવા સમર્થ થયા ચિંતામણિ આદિ સંઘના દેરાસરેનો તેમણે સારી રીતે વહીવટ કર્યો. વિજાપુરમાં સર્વે લોકોમાં તેમની સારી સાખ પડી. ધાર્મિક કાર્યો કરવામાં તેમણે સારી રીતે આત્મભોગ આપે. વ્યાપાર કરતાં તેમણે ધર્મકાર્ય કર
For Private And Personal Use Only