________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૨૧ ) થી જેનેએ દૂર રહેવું. એ પ્રમાણે શિક્ષાથી વર્તતાં જેને કેમની ઉન્નતિ છે.
- જૈન કેમ ગાયો વગેરે પશુઓનું અને પંખીઓનું રક્ષણ કરે છે. સનાતન આર્ય જનકેમની પેઠે આર્યવેદિક પિરાણિક હિંદુ કેમ પણ ગાયને પવિત્ર માની તેનું રક્ષણ કરે છે. પૂર્વે વિજાપુર વગેરે શહેરો, નગરે, પુર, અને ગામમાં ઘણું ગાય હતી. ઘણી ગોચર ભૂમિ હતી. હવે ગાયે ઘટવા લાગી છે, તથા ગોચર ભૂમિએ ભાંગીને ખેતર કરવામાં આવે છે, તથા ગાય પાળનારા રબારી લોકોને ઉત્તેજન આપવામાં આવતું નથી. પૂર્વે આર્ય રાજાઓ પિતાના રાજ્યમાં ગામાતાનું રક્ષણ કરતા હતા. હવે તે ઘણાખરા હિંદુરાજાના સ્ટેટમાં કસાઈખાનામાં ગાયની કલ કરવામાં આવે છે. (વિજાપુર માં મુસલમાનોના ઘરમાં હાલ જેટલી ગાયો છે તેટલી બ્રાહ્મણ વણિક વગેરેના ઘેરે ગાયે નથી.) ગામડાઓમાં તથા શહેરમાં ઉચ્ચ હિંદુઓ કે જે લક્ષ્મીમંતે છે, તેઓના ઘરમાં ગાયે રાખવામાં આવતી નથી. ખ્રીસ્તિ બાયબલમાં લખ્યા પ્રમાણે ગાયમાં આત્મા નથી એમ માનીને ગાયને મારી ખાવામાં પા૫ સમજતા નથી. તેઓ તથા બ્રિટીશ લશ્કરમાં ગાયોને કાપી નાખવાથી ગાયે કે જે ભારતનું ધન છે તે ખૂટી જાય છે. વૈદિક પિરાણિક હિંદુઓએ તથા આર્ય જેન હિંદુઓએ ગાયે વગેરે પશુઓના રક્ષણ-પાલન માટે ખાસ પુરૂષાર્થ કરવો જોઈએ. ગુજરાત વગેરે દેશોમાં પહેલાં દેવીઓની આગળ. બકરાપાડા વિગેરેનો લેગ ચઢાવવામાં આવતા હતા. હવે તે પ્રથા બંધ થવા લાગી છે. આરાસુરી અંબિકામાતામાં પહેલાં આસે સુદિ આઠમે પાડાઓ તથા બકરાઓને ભેગ આપવામાં આ વતો હતો, પણ આસાલમાં દાંતાના રાણાએ પાડા બકરાને વધ બંધ કરાવ્યું છે, તેથી દાંતાના રાજાને ધન્યવાદ ઘટે છે. વિજાપુર તાલુકામાં દેવીઓ આગળ પાડા-બકરાને વધ થતું હતું, તે શેઠ મગનલાલ કંકુચંદના તથા અમારા પ્રયાસથી બંધ થાય છે. વિજાપુરના મુસદમાનો પણ પશુઓ ઉપર અને પંખીઓ પર દયાની લાગણું પૂવે કરતાં વિશેષ ધરાવે છે. વિજાપુરમાં જેન હિંદઓ, ઉષ્ણવ હિંદુઓ તથા
For Private And Personal Use Only