________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
{ ૧૬૫ ) થએલી છે અને એ ત્રણ ધર્મના પ્રકાશક તથા પાલક આર્ય સનાતન હિંદુઓ છે. વેદ, દશ ઉપનિષદ, બ્રહ્મસૂત્ર અને ભગવદ્ગીતાપર જે પિતાના મતની ટીકા કરી તેને સિદ્ધ કરે તેને સમ્પ્રદાય કહે છે, શંકરાચાર્યે બ્રહ્મસૂત્ર, દશ ઉપનિષદો અને બ્રહ્મસૂત્રપર ટીકા કરી કેવલાદ્વૈતસિદ્ધાન્તની સ્થાપના વિક્રમના આઠમાં સૈકામાં કરી છે. શંકરાચાર્યનાં સિદ્ધાંતમાં કેવલ એક બ્રહ્માજ સત્ય છે, એમ સ્વીકાર્યું છે. વિશ્વાદિરૂપ માયા અસત્ છે. જગતને કર્તા કેઈ ઈશ્વર નથી, તે વિવર્તવાદને માને છે. બ્રહ્મા વિષ્ણુ મહેશ્વર વગેરે દેવ જગના કર્તા ઓપચારિકવિવર્તવાદદષ્ટિએ છે, અર્થાત્ વસ્તુત: જગતું નથી અને જગને કત ઈશ્વર નથી. તે છતાં ઓપચારિક વિવતવાદદષ્ટિએ વ્યવહારમાં સર્વે સત્ય છે એમ માની સર્વ શાસ્ત્રો સ્વર્ગ નરકાદિને વ્યવહારે સત્ય જણાવ્યાં છે. શંકરાચાર્ય પછી રામાનુજ આચાર્ય બારમા સૈકામાં થયા. તેમણે બ્રહ્મસૂત્ર ગીતાપર અને ઉપનિષદો પર ટીકા કરી. રામાનુજ સંપ્રદાય વિશિષ્ટાદ્વૈત તરીકે પ્રવર્તાવ્યું. શંકરાચાર્યો જગતુ, જીવ, માયાને અસત્ માની હતી, તેને રામાનુજ સત તરીકે સ્વીકાર કર્યો. રામાનુજને વેણુવસંપ્રદાય ધર્મ કહેવાય છે, તે જગકર્તા ઈશ્વરને માને છે, અનંત જીને સતું માને છે. માયા સત્ છે. કર્મ સત્ છે. સ્વર્ગ નરક પૃથ્વી સવે સત્ છે. જીવનો અને માયાને ઉપરી ઈશ્વર છે. ઈવરમાંથી સત્ અંશે જે પ્રગટે છે તે જીવે છે અને ઈવરમાંથી જે અસત અંશે નીકળે છે તે પંચભૂત, માયા કર્મ વગેરે અસત્ છે. ઈવરમાંથી સર્વકાલે જગત, માયા, જી નીકળે છે અને મહાપ્રલયમાં તે પાછા ઇવરમાં લીન થઈ જાય છે. પુનઃ તે પ્રગટે છે ને પુન: તે ઈશ્વરમાં લીન થઈ જાય છે. ઈશ્વરની ભક્તિ કરે છે તેને સ્વર્ગ મળે છે અને પાપ-અધર્મ કરે છે તેને નરક મળે છે. ઈત્યાદિ માન્યતાઓને તેઓ સિદ્ધાંત તરીકે સ્વીકારે છે. તેઓ મુખ્ય દેવે તરીકે વિષ્ણુ-હરિ–રામને માને છે. રામાનુજમાંથી રામાનંદ
For Private And Personal Use Only