________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૮ ) પછી દીવાળી બ્રાહ્મણ ઉપાશ્રયને ઉપભેગ કરવા લાગી અને લાકડાં, વળી, પત્થર, કુંભીઓ, વગેરેને કાઢી વેચી ખાઈ ગઈ. વિ. સં. ૧૭૮ માં તે મરણ પામી. ઉપાશ્રયનો વહીવટ, શેઠ ડાહ્યાભાઈ દલસુખ, શેઠ મેહનલાલ જેઠાભાઈ, શેઠ પોપટલાલ દલસુખ વગેરે કરે છે. ઉપરના વહીવટદારની મરજીથી હાલમાં શાહ વાડીલાલ હરિચંદ પાડેચિયા ઉપાશ્રયની કુંચી જાળવે છે. આ ઉપાશ્રયમાં ત્રણસે ચારસે વર્ષ સુધી અનેક આચાર્ય મુનિ વિગેરે રહ્યા છે. તેથી તેનો જીર્ણોદ્ધાર કરી ઉપાશ્રય કાયમ રાખી શુભ કાર્યમાં વાપરે એમ મારી સલાહ છે. ગ૭વાળાની સલાહ પૂર્વક સકલ સંઘે આ ઉપાશ્રયને સુધારો જોઈએ.
(૧૬) વડી પિશાળને ઉપાશ્રય-શ્રી પદ્માવતીના દેરાસરની લગોલગ ભાદાણું- ભાટવાડાના છેડે તળાવ તરફ જતાં વડી પિશા
ને ઉપાશ્રય છે. તેમાં પૂવે વડગચ્છના આચાર્યો સુનિયે ઉતરતા હતા તથા વડી પિશાળના નામથી પ્રસિદ્ધ થએલ શ્રી વિજયચંદ્ર. સુરિને પરિવાર ઉતરતું હતું. પ્રાચીન વિજાપુરને ભગ્નાવશેષ આ ઉપાશ્રય તથા પદ્માવતીનું દેરાસર હોય એમ કેટલાંક અનુમાન નથી જણાય છે. સંઘપુર ગામમાં દેરાસરમાં બે પાટિયામાં શિલાલેખ-છે તેના આધારે ખરતરગચ્છનો ઉપાશ્રય પણ જૂના વિજાપુર રમાં હતો, પાછળથી સોની વાડામાં ખરતરગચ્છને નાને ઉપાશ્રય હતો, પણ તે હવે નથી અને ખરતરગચ્છના શ્રાવકે પણ અહીં નથી. પૂર્વે દેરાસર અને ઉપાશ્રય બને સાથે બંધાવવામાં આવતા હતા. વિજાપુરમાં વહેરાવાસણમાં રહેનારા જેટલા દશા પોરવાડ દેશાઈઓ છે તે પહેલાં શ્રાવકો હતા. હાલ તેમાં કેટલાક વૈષણવ ધર્મ પાળવા લાગ્યા છે. તે દેશાઈઓ મૂળ વડી પોશાળગચ્છના શ્રાવક હતા અને હાલ તેઓ વડી પિશાળ ગચ્છની પાખીમાં જમે છે. વડગચછના શ્રીપૂજ્ય ચંદ્રસિંહસૂરિ અને બુદ્ધિસિંહસૂરિના ગછના તે શ્રાવકે છે. વડી પોશાળમાં પહેલાં એક નયસુંદર કવિ નામના એક પ્રખ્યાત યતિ થયા હતા. તેમણે નળ દમયંતીને રાસ રપે છે. તે રાસ, સર્વ રાસાઓમાં પલાલિત્ય વગેરેમાં શ્રેષ્ઠ ગણાય છે. શ્રી નયસુંદરજી પછી શ્રી રૂપસુંદરજી તથા શ્રી બુદ્ધિસુંદરજી વગેરે થયા. શ્રી રૂપસુંદરજી ચમકારી મહાપ્રસિદ્ધ મહાત્મા
For Private And Personal Use Only