________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
( ૯ )
શ્રી વિદ્યાન'દસૂરિએ વિદ્યાનન્દ વ્યાકરણ તત્સંબંધી પૂર્વાચાર્યે પટ્ટાવલિમાં નીચે પ્રમાણે
Acharya Shri Kailassagarsuri Gyanmandir
રમ્મુ, તે માટે સ્તુતિ કરી છે. विद्यानन्दाभिधं येन कृतं व्याकरणं नवम्, भाति सर्वोत्तमं स्वल्प, -सूत्रं बदर्थसंग्रहम् ।। હવે મૂળ વિષય ઉપર આવીને જણાવવાનુ કે શ્રી વિજય ચંદ્રસૂરિના પરિવારની વડીપેાશાળના નામથી પ્રસિદ્ધિ થઈ અને તેમના સમુદાયના ઉપાશ્રયા, જ્યાં ત્યાં બંધાયા, તે વડીયેાશાળના નામથી પ્રસિદ્ધ થયા અને શ્રી દેવેન્દ્રસૂરિના મુનિયા જે ઉપાશ્રયમાં ઉતરતા હતા, તે નગરપુરગામામાં લહુડી પાશાળના નામે પ્રસિદ્ધ થયા. વિજાપુરમાં વડીપેાશાળ અને લહુડી પાશાળ એમ એ ઉપાશ્રય છે. શ્રી ધર્મ ઘાષસૂરિએ માળવા ગુજરાત વગેરે અનેક દેશેામાં વિહાર કર્યો. તે વિહાર કરતા કરતા વિજાપુરમાં આવ્યા. વિજાપુરમાં એક દુષ્ટ શાકિની રહેતી હતી. તે લેાકાને ઉપદ્રવ કરતી હતી. શ્રી ધમ ઘાષસૂરિએ તે દુષ્ટ શાકિનીને દૂર કરી લેાકેા પર થતા ઉપદ્રવ ટાન્યા.
ધર્મ ઘાષસૂરિ અને પેથડશાહ—દેદાશાહ નામના એક ણિક શેઠ ગામ નાંદુરીમાં વસતા હતા. ત્યાંથો તે દેવગિરિ ગયા. તે વિજાપુર ગામમાં પરણ્યા હતા, અને પેાતાની પત્ની વિમલશ્રી સાથે વિજાપુરમાં વસ્યા હતા. તેમને એક પુત્ર થયા તેનુ પેથડકુમાર નામ પાડયું. તેમના પિતાના મરણ પછી પેથડકુમારની નિ નાવસ્થા થઇ. અત્યંત ગરીબી દશામાં આવી પડ્યા. દેદાશાહે પેથકુમારનાં વિજાપુરમાં કાઇ શેઠની પદ્મિની પુત્રી સાથે લગ્ન કરાવ્યાં હતાં. વિજાપુરમાં પધારેલા શ્રી ધર્મ ઘેાષસુરિતુ વ્યાખ્યાન સાંભળવા પેથડકુમાર ( પૃથ્વીધર ) ગયા હતા. ગુરૂનુ વ્યાખ્યાન સાંભળીને તેમણે પાંચમુ પરિગ્રહ વ્રત લીધુ અને તેમાં પાંચલાખનુ` પરિમાણુ કર્યું, તેમની દરિદ્રાવસ્થા દેખી બીજા શેઠીઆઓએ મશ્કરી કરી, પણ તેઓને ધ ઘાષસૂરિએ વાર્યા અને કહ્યું કે પેથડકુમાર માટેા લક્ષાધિપતિ થશે એમ હસ્તની રેખાએ જોઈને કહ્યું, પેથડકુમાર વિજાપુરથી ભાગ્યની પરીક્ષા જેવા માળવામાં મડપાચલમાં ( માંડલગઢમાં ) ગયા. ત્યાં સારા શુકન થયા. અનુક્રમે વ્યાપાર કરતાં લક્ષાધિપતિ થયા અને છેવટે ત્યાંના રાજા જયસિ હૈદેવના
For Private And Personal Use Only