________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૮૮ ). વીરચંદની પત્ની એક વખત લહુડી પિશાળના ઉપાશ્રયમાં પ્રતિક મણ કરવા ગયાં હતાં અને મોડાં આવ્યાં હતાં; છતાં આગળ બેસવા ગયાં. તેથી એક શ્રાવિકાએ પરસ્પર બોલતાં મહેણું માર્યું કે એવાં મેટાં છે તે પિતાને ઉપાશ્રય કરાવો. તેથી દેશાઈ વજેસિંગે વિ. સં. ૧૭૨૦ માં દેવસૂરિગછના પુરૂષ તથા સ્ત્રી વર્ગ એમ બેના બે ઉપાશ્રય કરાવ્યા અને વિજયદેવસૂરિનામને વિજાપુરમાં ગચ્છ સ્થાપન કરવામાં આગેવાનીમ ભાગ લીધે. તે પૂર્વે ત્યાં જ અણસૂરગચ્છને ઉપાશ્રય બંધાઈ ગયું હતું. વિજયદેવસૂરિ ગચ્છના ઉપાશ્રયમાં વિજયદેવસૂરિ ગચ્છના આચાર્યો તથા યતિ ઉતરવા લાગ્યા. શ્રી વિજયદેવસૂરિની પાટે શ્રી વિજયસેનસૂરિ થયા. તેમની પાટે શ્રી વિજયપ્રભસૂરિ થયા. પરંપરાએ તેમની પાટે શ્રી મુનિ ચંદ્રસૂરિ હતા તેઓ બે ત્રણ વર્ષ પૂર્વે સ્વર્ગગત થવાથી હાલ તેમની પાટે કમીચંદ્રસૂરિ છે, પણ તેમના છતાં આચાર્યને પાટે લેવા હાલ તપાગચ્છના પતિ પ્રવૃત્તિ કરે છે અને એક બાળકને લેવા નકકી વિચાર કર્યો છે. દેશાઈ વજેસિંગની વંશાવલી નીચે મુજબ છે – - વિજાપુરને જીર્ણોદ્ધારકારક રાજા વિજલદેવ પરમારની સાથે ઈડરથી દેશાઈ કેકાશા આવ્યા. વિજલદેવ પરમારના મંત્રી કોકાશા દેશાઈ હતા, તેમના વંશમાં દેશાઈ રાયમલ થયા. રાયમહલ દેશાઈના પુત્ર ટેકર થયા, ટેકર દેશાઈના પુત્ર સમજી થયા, એમજીના પુત્ર દેશાઈ વીરચંદ થયા, દેશાઈ વીરચંદના પુત્ર વજેસિંગ (વિજયસિંહ) થયા, દેશાઇ વજેસિંગના પુત્ર દેશાઈ વાછડા થયા, દેશાઈ વાછડાના પુત્ર અમરચંદ થયા, દેશાઈ અમર રચંદના પુત્ર દેશાઈ રંગજી થયા. દેશાઈ રંગજીના પુત્ર જોઇતારામ થયા, દેશાઈ જોઈતારામના પુત્ર દેશાઈ પિતાંબર થયા, દેશાઈ પિત્તાંબરના પુત્ર નથુભાઈ તથા કાલીદાસ થયા, નથુ ભાઈના પુત્ર ડાહાભાઈ અને તપુત્ર અમૃતલાલ તથા ચંદ્રકાંત છે. દેશાઈ કાલીદાસના બાપાલાલ, પેટ વગેરે પુત્ર છે. દેવસૂરિગ૭ ઉપાશ્રય પૂવે દેશાઈ હાથી જોઇતારામ જાળવતા હતા. પછીથી દેશાઈ મગનલાલ પુરતમ જાળવતા હતા-વહીવટ કરતા હતા.
For Private And Personal Use Only