________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
જ્ઞાનમંદિરમાં બાકીનું કામ કરતાં હાલમાં છવીશ હજારરૂપીયાને ખર્ચ થયો છે. જ્ઞાનમંદિરના બારણા પર માણસાવાળા શેઠ વીરચંદભાઈ કૃષ્ણાજીએ રૂપીયા પાંચ હજાર જ્ઞાનમંદિર બાંધવામાં આવ્યા છે, એમ મોટા લાલ અક્ષરથી લખવામાં આવ્યું છે. જ્ઞાનમંદિર કરાવવામાં જેઓએ ટીપમાં રૂપીયા ભર્યા છે તેઓનાં મુબારક નામો જ્ઞાનમંદિરમાં ટાંગેલા બે નકશાઓમાં લખવામાં આવ્યાં છે. તથા જે શ્રાવોએ પિતાના નામથી કબાટેના માટે રૂપીયા બેસે બેસે આપ્યા છે, તેઓનાં નામે કબાટ પર લખવામાં આવ્યાં છે. જ્ઞાનમંદિરમાં વીશ કબાટ છે અને લખેલા તથા છાપેલા ગ્રન્થાકારે તથા ચોપડી આકારે ૪૭૦૦ લગભગ હાલ નાનાં મોટાં પુસ્તક છે. અમારી તરફથી વિ. ૧૯૮૦ કાર્તિક પૂર્ણિમા સુધીમાં શ્રી બુદ્ધિસાગરપુસ્તકાલયમાં ૪૭૦૦ સુડતાલીસ પુસ્તક મૂકયાં છે, તથા મુનિ વૃદ્ધિસાગરજી તથા કીર્તિસાગરજીએ પોતાનાં સ્વાયત્ત પુસ્તક મૂક્યાં છે. વિદ્યાશાળામાં સંઘને જ્ઞાનભંડાર છે તેમાં લખેલાં તથા છાપેલાં પુસ્તકો સત્તરસે ૧૭૦૦ આશરે છે. જ્ઞાનમંદિરમાં બે હૈયાં છે. એક ભોંયરામાં દશ માણસે બેસી શકે છે અને બીજા મોટા ભયરામાં પરમાણુ બેસી શકે તેમ છે. બીજા માળમાં કબાટો હજી ગોઠવવામાં આવ્યાં નથી. બીજા માળ પર દશ બાર કબાટે રહી શકે તેમ છે. ત્રીજા માળે અગાશી છે તે પર ચઢીને દેખતાં આખું ગામ તથા વનનાં ખેતરેનો દેખાવ નજરે પડે છે. જ્ઞાનમંદિરની ત્રણ બાજુએ કેટ છે અને વચમાં લાદી પાથરેલી છે. પડાળીઓ અને ઓરડીએ ભવિષ્યમાં ઉતરી શકે તેમ છે. જ્ઞાનમંદિરમાં મોટું મેજ છે અને મેજની ચારે તરફ બાંકડા છે તેથી ભવિષ્યમાં વાચકને સારી સગવડ મળી શકે તેવી વ્યવસ્થા થશે. જ્ઞાનમંદિરની દક્ષિણ તથા પશ્ચિમ દિશાએ મુસલમાનોનાં ઘરો છે. ઉત્તર દિશાએ શ્રાવકની ખડકી છે અને ઉગમણી દિશાએ વિદ્યાશાળા છે. અમેએ મેસાણાથી સં. ૧૯૭૪ ના જેઠ સુદિ એકમે મેસાણામાં શ્રી સુખસાગરલાયબ્રેરીની સ્થાપના કરીને ખેરવા તરફ વિહાર કર્યો. ત્યાંથી વિ. સં. ૧૯૭૪ નું ચોમાસું વિજાપુરમાં કરવા માટે વિહાર કર્યો. સંઘની આગળ જ્ઞાનમંદિરને ઉપદેશ દીધો. ફંડ કરવામાં આવ્યું. શેઠ લલ્લુભાઈ કરમચંદ તથા માણસાવાળા શા વીરચંદ કૃષ્ણાજી, પાદરાવાળા વકીલ
For Private And Personal Use Only