________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૭૮) ઘણાખરા સાધુએ ઉતરે છે. વિદ્યાશાળાની જગ્યામાં પૂર્વે વખારે હતી તથા તેમાં દક્ષિણ બાજુએ વહેરાનાં ઘર હતાં, તેથી હાલ વિદ્યાશાળામાં ટાંકાં છે, ત્યાં ચોમાસામાં ભેજ આવે છે. વિદ્યાશાળાની ઉત્તરે શ્રી કુંથુનાથનું દેરાસર છે. આથમણી દિશાએ શ્રાવકેનાં ઘરે છે. તથા વિ. સં. ૧૯૭૬ માં જૈન જ્ઞાનમંદિર બાંધવામાં આવ્યું છે. દક્ષિણ દિશાએ રંગરેજનું ઘર છે. દક્ષિણ દિશાએ વિદ્યાશાળા અને રંગરેજના ઘર વચ્ચે ખાલી સરકારી જગ્યાને ચેક છે. વિદ્યાશાળામાં લગભગ હજાર મનુષ્ય બેસી શકે છે. જૈન ધર્મનાં મોટા વ્યાખ્યાન વિદ્યાશાળામાં થાય છે તથા શ્રીમાન સયાજીરાવ ગાયકવાડ અને તેમના દિવાન, સુબાઓ, વગેરેની સભાઓ વિદ્યાશાળામાં થાય છે, ગામ વચ્ચોવચ્ચ વિદ્યાશાળાનું સ્થાન છે તેથી દેશીવાડા અને માળીવાડાના મધ્યમાં આવવાથી બનને તેને લાભ લે છે, હાલમાં ચિંતામણિ પાર્શ્વનાથની પેઢીના વહીવટ કરનારાઓ તથા દેશી લલુભાઈ કાળીદાસ, ભીખાભાઈ કાલીદાસ તથા વાડીલાલ હરિભાઈ વિગેરે વિલાશાળાને વહીવટ કરે છે. ચિંતામણિ પાર્શ્વનાથની પેઢીના ચેપડા ભેગે વિદ્યાશા ળાને વહીવટ લખાય છે. ચંદસ્વપ્ન, સિંહાસન, નાંદ, ચંદરવા પૂઠીયાં, પુંખણ, વગેરે સામાન વિદ્યાશાળાના અંગે છે. સર્વે મિલ્કત પેઢીની દુકાનમાં રહે છે. વિ. સં. ૧૯૪૫ માં વેરાવાસણમાં રહેનાર દેશાયણ દિવાળી શ્રાવિકાએ વિદ્યાશાળામાં જૈન પાઠશાળા સ્થાપી. તે વિ. સં. ૧૯૬૯ સુધી ચાલી, પછીથી જેન મિત્રમંડળ તરફથી જૈન પાઠશાળા ભણાવવાની વ્યવસ્થા થઈ તે ૧૭૫ સુધી ચાલી. હાલ પણ ફરી ફંડ કરી શરૂ કરી છે. પંડિત રવિદત્ત તથા પંડિત સદારામ જોશી તથા યતિ શ્રી અમૃત. વિજયજી વગેરે પંડિતોએ પાઠશાળામાં અધ્યયન કરાવ્યું છે. વિદ્યાશાળામાં શા. વાડીલાલ હરિચરે તથા શેઠ મહાસુખ માનચંદે તથા શેઠ ઘહેલા નહાલચંદે ઉશમણાં માંડયાં હતાં.
(૭) જૈન પાઠશાળા-દેશી નથુભાઈ મંછાચદે વિદ્યાશાળા નજીક ચાટામાં શ્રી કુંથુનાયના દેરાસર નજીક પાઠશાળાનું મકાન બંધાવ્યું છે. પાઠશાળામાં ઉપર નીચે આશરે હજાર મનુષ્ય માઈ શકે તેમ છે. પાઠશાળામાં દેસાયણ દિવાળી બાઈએ પિતાના
For Private And Personal Use Only