________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૪ )
( ૨ ) શ્રી પદ્માવતીજીનુ જૈન રાસર.
જૈન દેશસામાંથી સર્વથી જૂનુ વાપુરમાં પદ્માવતીના નામે પ્રસિદ્ધ જૈન દેશસર છે. જૂના વિજાપુરમાં પદ્માવતીનુ દેરાસર હતુ, એમ વૃદ્ધો કહે છે. જૂના પદ્માવતીના દેરાસરની પૂર્વક્રિશાએ ટેકરા૫૨ તથા તેની આજુબાજુની જગ્યામાં જૈન ઝવેરીઆની વસ્તી હતી અને તે જગ્યાની પાસે પેથડશાહ શેઠની માતાનું ઘર હતુ, ત્યાં પેથડકુમાર જન્મ્યા હતા; અને વિજાપુરમાં પેથડકુમાર પરણ્યા બાદ માંડવગઢ ગયા હતા. પદ્માવતી દેરાસર અને તેની પૂર્વ દિશાના ટેકરા તથા તે પાસેનાં દક્ષિણ દિશાનાં ઘર છે તે જૂના વિજાપુરનાં અસલની જગ્યાનાં છે. પૂર્વે પદ્માવતી માતાની અને શ્રી સરસ્વતી દેવીની મૂર્તિયા સાંયરામાં હતી તેમ વૃદ્ધો કહે છે, હાલમાં દેરાસરમાં મૂળનાય કની પ્રતિમા તરીકે શ્રી આદીશ્વર ભગવાનની પ્રતિમા છે. ભગવાની જમણી માજુએ શ્રી પદ્માવતીની મૂર્ત્તિ, રીંગ મડપમાં છે, અને ભગવાનની ડાબી ખાજુએ શ્રી સરસ્વતીમાતાની મૂર્તિ છે. મારૂં અનુમાન એવુ છે કે આ દેરાસરમાં પૂર્વે શ્રી પાર્શ્વનાથ મૂલનાયક તરીકે હાય અથવા જૂના વિજાપુરની જગ્યામાં શ્રી ચિંતામણિ પાર્શ્વનાથનું મંદિર કે જેના વસ્તુપાળ તેજપાલે ઉદ્ધાર કર્યા હતા તે દેરાસરની અધિષ્ઠાત્રી તરીકે શ્રી પદ્માવતીની મૂર્ત્તિ હાય અને મુસલમાન ખાદશાહેાના સમયમાં તે પાનાથનું દેરાસર તુટ્યા બાદ પદ્માવતીની મૂર્તિને આ દેરાસરમાં લાવવામાં આવી હાય. જૂના વિજાપુરમાં વસ્તુપાલે તથા તેજ પાલે ચિંતામણિ પાર્શ્વનાથના દેરાસરના જીર્ણોદ્ધાર કર્યો તે નષ્ટ થયું અને ખીજું મહાવીર સ્વામીનું દેરાસર, રત્નાકરગચ્છના આચાર્ય શ્રી હેમચંદ્રના શિષ્ય શ્રી જિનતિલકજીએ ગુજરાતી ભાષામાં ચૈત્ય પરિપાટી લખી છે તેના આધારે સિદ્ધ થાય છે. રચ્યાની સાલ આપી નથી, પણ તે લખેલી પ્રતિની ભાષાથી જણાયુ' છે કે, અમદાવાદ વસ્યા પૂર્વે તે ચૈત્યપરિપાટી રચાયલી છે, તેમાં સ મળીને સાડત્રીશ પદ્યો છે. તેમાં પ્રારંભનાં સત્તાવીશ પલ્લોમાં જે તીર્થા વિદ્યમાન હતાં તેમાંથી તેમણે જે તીર્થની
For Private And Personal Use Only