________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
વચનામૃત.
૮૭
બાહથી દષ્ટિ તાં મૂર્તિપૂજા સંબંધી અન્ય એકાંતવાદીઓમાં મતિ મતિના અનુસારે ભેદ ચાલ્યા કરે છે. હિંદુઓ અને મુસલમાન એ બેમાં હિંદુઓ પોતપોતાના દેવની મૂર્તિ કરી પૂજે છે–માને છે. ત્યારે મુસલમાનો કહે છે કે ખુદા નિરંજન નિરાકાર હે. ઇસલિયે ઉસકી મૂર્તિ નહીં હો સકતી છે. ત્યારે હિંદુઓ પૈકી વેદાંતી વગેરે કહે છે કે અમારે ઈશ્વર અનેક પ્રકારનાં શરીરને ધારણ કરે છે. બ્રહ્મા, વિષ્ણુ, મહેશ્વર એ ઈશ્વર પરમાત્માના અંશ છે. પરમાત્મા અણુઅણુમાં વ્યાપી રહ્યા છે. માટે આખું જગત પરમાત્મા સ્વરૂપ દશ્યમાન મૂર્તિરૂપજ છે. માટે તેમના અંશરૂપ બ્રહ્મા, વિષ્ણુ, અને મહેશ્વરની મૂર્તિ કરી માનવા પૂજવાથી અને પરમાત્માની મૂર્તિારા ભક્તિ કરવાથી પરમાત્મા પ્રસન્ન રહે છે કારણ કે જગતને કર્તા હર્તા પરમાત્મા છે.
ત્યારે હવે જેનના પરમ પવિત્ર શ્રી વીરપ્રભુનાં વચનો શું કહે છે તે તપાસીએ–શ્રી વીરપ્રભુ એમ કહે છે કે–મુસલમાને જે ખુદાનું સ્વરૂપ માને છે તે સત્ય નથી, તેમ તેમનાં શાસ્ત્ર મિથ્યાત્વથી અસમંજસ છે ત્યારે વેદાંત વિષે બોલતાં પણ તે વેદાંત વચનને પણ એકાન્તપણથી મિથ્યાત્વરૂપ કળે છે. મિથ્યાજ્ઞાન છે માટે, જુઓ સૂચકાંકાનૂત્ર.
ત્યારે હવે મુસલમાન અને હિંદુઓથી જેનો જુદા છે કે કેમ ? ઉત્તરમાં કહેવું પડશે કે, હા જુદા છે. જે એમ સમજો છો તે મુસલમાને અને હિંદુઓ મૂર્તિપૂજ વગેરે ધમધપણથી ધર્મની ભિન્નતાથી પરસ્પર લડી મરે ત્યારે જેનો કોના ધર્મને તથા કેના બેલવાને સ્વીકારે ? ઉત્તરમાં કહેવું પડશે કે જેને તે બાબતમાં પેસવાનું નથી. સર્વ નયાંશે પરિપૂર્ણ શ્રી વીર પ્રભુના વચન પ્રમાણે તેમને તે ચાલવું જોઈએ. - શ્રી વીપ્રભુ એમ કહે છે કે, જે નયાંશે જે વચન સત્ય હોય તે નયાંશની અપેક્ષાએ તે વચન સત્ય છે. જે સાત નાનું જ્ઞાન કરે તો આ બાબત સહેલાઇથી સમજી શકશો. - હવે મૂર્તિપૂજાને હિંદુઓ માને છે, ત્યારે આપણા વીર પ્રભુ મૂર્તિપૂજા સંબંધી જે કાંઈ કહે છે, તે જોવાનું છે. ભલે આખી દુનિયા પિતાપિતાની મરજીમાં આવે તેમ માને પણ આપણે તો વીરપ્રભુને કહેલ ધર્મ સત્ય સ્વીકારીએ છીએ, અને તે જ સત્ય છે. તે વીર પ્રભુ પ્રભુજ છે. તેજ રાગષથી રહિત છે, તેજ સર્વજ્ઞ છે; એમ અંતઃકરણથી માનીએ છીએ. તે તેમના શાસ્ત્ર ઉપર ન્યાય મેળવવા વિશ્વાસ રાખો, અને શાસ્ત્ર તપાસે. કાળદોષના પ્રભાવથી શ્રી વીરપ્રભુના જૈન ધર્મમાં મત ભેદ પડયા છે. -
For Private And Personal Use Only