________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૮૪
વિચનામૃત.
માર્ગમાં ખર્ચ. એ પૈસે પેદા કરતાં જીવ જૂઠું બોલે છે, હિંસા કરે છે, છળ કપટ કરે છે, અને તેથી અનંત પાપની રાશિને સંચય કરે છે. તેને ધર્મ માર્ગમાં ખરચી આત્મહિત કરવું. આંધળા, લુલા, ગરીબ લોકોને પણ અનુકંપા બુદ્ધિથી ભેજન વગેરે આપવું, તે યોગ્ય છે. શ્રી સદગુરૂ મહારાજ કે જે તરણું તારણ છે તેમને વસ્ત્ર આહારાદિકથી પ્રતિલાલવાવડે મહા લાભ થાય છે. ઉત્તમ પાત્રે દાન આસનભવી જીવો આપી શકે છે. શ્રી સશુરૂ મુનિરાજ સમાન બીજું ઉત્તમ પાત્ર નથી, એમ દાન દેઈ અને ત્યંત ધર્મ લાભની પ્રાપ્તિ કરવી તેજ સુજ્ઞોનું કર્તવ્ય છે.
૧૦. પ્રભાવના, વ્યાખ્યાન ઉઠયા બાદ અગર પ્રતિક્રમણ ઉઠડ્યા બાદ પતાસાં, નાળીએર વગેરેની પ્રભાવના કરવી. સમાન ધર્મ ગરીબ શ્રાવક લોકોને ગુપ્તદાન આપવું જોઈએ, એ મોટી પ્રભાવના છે. કેટલાક લોકો નામના ભૂખ્યા બીજા લોકો પિતાની વાહ વાહ કરે, એવી રીતે ગરીબ શ્રાવક ભાઈઓને અન્ન વગેરેથી આશ્રય આપે છે, પણ ગુસદાન આપવું, તે અત્યુત્તમ છે. કીર્તિની બુદ્ધિ વિના જગજાહેર દાન કરવાથી પણ અત્યંત લાભ છે. શેઠ હેમાભાઈ તથા પ્રેમાભાઈ વગેરેએ પિતાના સમાન ધર્મીભાઈઓને ધંધા વેપારમાં તથા વિધવાઓને ઘણી મદદ આપી છે, તે પણ પ્રભાવના છે. માટે યથાશક્તિ પ્રભાવના કરવી.
૧૧ આંગી પૂજા, અઠ્ઠાઈ મહેત્સવ, દરેક દેરાસરે જીનેશ્વરની આંગી રચાવવી, પૂજાઓ ભણાવવી; ઘણેખરે ઠેકાણે પૂજાઓ ભણાવવામાં આવે છે પણ પૂજામાં શે ભાવાર્થ છે તે કોઈ જાણતું નથી. પણ સમજવું કે–પૂજાના અર્થ વગેરેની સમજણ પૂર્વક પૂજાઓ ભણાવવાથી મનમાં અત્યંત આનંદ થાય છે. યથાશક્તિ છને શ્વરના દેરાસરે મહેચ્છવ કરવા. ૧૨. વિધિપૂર્વક શ્રી સદ્ગુરૂ પાસે કપસૂત્ર સાંભળવું.
શાસ્ત્રમાં કહેલી વિધિપૂર્વક સદગુરૂ પાસે કલ્પસૂત્ર સાંભળવું. કલ્પસૂત્રને આરંભ અમાવાસ્યાથી શરૂ થાય છે. કલ્પસૂત્રની પોથી ગુરૂમહારાજ પાસેથી - માગીને પિતાને ઘેર લાવવી. રાત્રિ જાગરણ કરવું. પ્રભાતે નગરનાં લોક
બોલાવી કુંવારા બાળકને હાથી ઉપર બેસાડી તેના હાથમાં થાળ આપી તે થાળમાં પુસ્તક મુકી ગાજતે વાજતે પુસ્તક પાછું ગુરૂમહારાજને આપીએ. પશ્ચાત ગુરૂજી વાંચના આપે તે વિનયપૂર્વક સાંભળવી. ગુરૂના સમ્મુખ
For Private And Personal Use Only