________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
નર
વચનામૃત.
નિયામાં અમર રહ્યા નથી અને રહેવાને નથી. સંસારી જીવા બીજાના મરણથી દુખી થાય છે. પણ જરા જ્ઞાનથી વિચારે તો માલુમ પડે કે, જેમ તે મરી ગયો તેમ તું પણ મૃત્યુ પામવાનો છે. જ્યાં સુધી કર્મ આત્માને લાગ્યાં છે, ત્યાં સુધી જન્મ મરણ, સમુદ્રના મેજાની પિઠે થયા કરે છે. સંસાર અસાર છે. એમ કોઈ વિરલા જાણું શકે છે, અને સંસાર સ્વરૂપ અનિત્ય જાણી શોક કરવો, તેમાં શું તે મૃત્યુ પામેલો પુત્ર પાછો આવી શકે તેમ છે ? ના નહીં. તે નાહક કેમ શેક કરવો જોઈએ? હે રાજન ! તમે ઉપાશ્રયમાં આવે તે નવમા પૂર્વમાં આઠમા અધ્યયનથી શ્રી ભદ્રબાહુ સ્વામીએ કાઢેલું કલ્પસૂત્ર મહા માંગલીક રૂપ કર્મક્ષય કરનાર છે. તે વાંચું કે જેથી તમારો શોક નાશ પામે. તે વાત રાજાને ગમી, અને અંગીકાર કરી. સભા સહિત રાજા ઉપાશ્રયમાં આવ્યા. ત્યારે નવ વાચનાએ કરી અને પ્રભાવનાએ કરી કલ્પસૂત્ર ગુરૂએ સભા સમક્ષ વાંચ્યું. રાજાનો શોક ગયો. તે દિવસથી સવે લેક સમક્ષ કલ્પસૂત્ર વાંચવાની પ્રવૃત્તિ થઈ અને તે પ્રમાણે ગુરૂ પરંપરાએ હાલ પણ તે પ્રમાણે વેચાય છે. એ વાંચવાથી સાધુ, સાધ્વી, શ્રાવક અને શ્રાવિકાને કલ્યાણની પ્રાપ્તિ થાય છે. ક૯પસૂત્ર મન્નમય છે, તે ઉપર એક ડરીપુત્રની કથા.
કેઈક ડોશીને પુત્ર વનમાં ગાયો ચારવા ગયો હતો. એક દિવસ તેને સર્પ કરો તેથી તે બેભાન થયું. તે વાત લોકોના મુખેથી તેની માતાએ સાંભળી અને તે વનમાં ગઈ. ત્યાં તેણે પુત્રની બેભાન અવસ્થા જોઈ. મહિના વશથી રૂદન કરતી તે પુત્રનું વારંવાર સ્મરણ કરે છે. રે હંસ ! રે પરમહંસ! આ પ્રમાણે ચાર પહોર સુધી પોકાર કર્યો. તેથી ડોશીના પુત્રને ઝેર ઉતર્યું, સાજે થયો. સવારમાં માતા અને છોકરે બે જણ ગામમાં આવ્યાં. નગરનાં લોક આશ્ચર્યયુક્ત થયાં, અને મંત્રવાદીઓ કહેવા લાગ્યા કે! હે ડોશી? તેં શો ઉપાય કર્યો કે જેથી વિષ ઉતર્યું. ડોશીએ ઉત્તર આપ્યો. હું મંત્ર જાણતી નથી. તેમ ઔષધ પણ જાણતી નથી. પણ મેં આખી રાત્રિએ રે હંસ ! રે પરમહંસ! એમ કહી રૂદન કર્યું, તેથી ઝેર ઉતર્યું. તે સાંભળી મંત્રવાદીઓ બોલ્યા કે એ મંત્ર સત્ય છે. અક્ષર ચોગે મંત્ર ઉત્પન્ન થાય છે. તેમ આ કલ્પસૂત્ર સાંભળતાં વાંચતાં ભવભવનાં પાપ જાય છે. એવું મહા માહાભ્ય કલ્પસૂત્રના અક્ષરનું છે.
પર્યુષણ પર્વ મહિમા. મંત્રમાં શ્રી પરમેષ્ટિ મંત્ર, તીર્થમાં શ્રી શત્રુંજ્ય તીર્થ, દાનમાં અભયદાન, ગુણમાં વિનયગુણદાન, વ્રત મધ્યે બ્રહ્મચર્યવ્રત, સંતોષ મળે નિયમ, તપ
For Private And Personal Use Only