________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૬૪
વચનામૃત.
૩૪ સંસાર અસાર છે. આત્મહિત કરવું તે સાર છે. ૩૫ સુખનો આપનાર ધર્મ છે, અને દુઃખનો આપનાર અધર્મ છે. મા
રાથી વીતરાગ વચન વિરૂદ્ધ જે કંઈ લખાયું હોય તેને મિચ્છામિદુકડ દઉં છું. કોઈ પણ મતવાદીનું મન દુઃખવવા મેં પ્રયત્ન કર્યો નથી, પરંતુ સત્ય સમજાવવા માટે પ્રયત્ન છે. કોઈની લાગણું દુઃખવવાને પ્રયત્ન નથી. આ લેખમાં મતિ દોષથી કોઈ ઠેકાણે સ્કૂલના થઈ હોય તેની પંડીત પુરૂષોએ ક્ષમા કરવી, ભૂલ સુધારી વાંચવી. નિન્દા કરવી એ સારા માણસનું કામ નથી. સત્ય ધર્મને આદરવાથી મુક્તિ મળી શકે છે. असारमेव संसार-स्वरुपमिति चेतसि; विभाव्य शिवदे धर्मे, यत्नं कुरुत हे जनाः ॥१॥
અનિત્ય અસાર આ સંસારનું સ્વરૂપ જાણીને હે ભવ્ય! મોક્ષને આ પનારા એવા સ્યાદાદ ધર્મને વિષે યત્ન કરો. કાયિક, વાચિક, માનસિક પ્રયનાસ શ્રી સદગુરૂનું અવલંબન કરી ક્ષણે ક્ષણે આત્મ સ્વરૂપે સ્થિર થઈ વ્યવહારનય અવલંબી નિશ્ચયનય હૃદયમાં ધારણ કરી વર્તવું, એજ મનુષ્યાવતારનું કર્તવ્ય છે. કર્માનુસારે યથાયોગ્ય નિમિત્ત કારણોની પ્રાપ્તિ થાય છે. પુનઃ પુનઃ મનુષ્ય જન્મ પ્રાપ્તિ દુર્લભ છે. જોતજોતામાં અંજલી જલવત આયુષ્ય ખુટી જશે. જે દિવસ ગયો તે પાછા આવનાર નથી. કાલે કરવા ઉપર જે કાર્ય રાખ્યું હોય તે આજ કરી લેવું. સુખ દુઃખની પ્રાપ્તિમાં બીજા તો નિમિત્ત માત્ર છે. અમુક ભાર વૈરી છે, અમુકે મારું ખરાબ કર્યું એમ હે ચેતન ! તુ મનમાં લાવીશ નહીં.
यतः जं जेण कयं कम्मं, पुव्वभवे इहभवे वसंतणं; तं तेण वेइअव्वं, निमित्तमित्तो परो होइ ॥१॥
પૂર્વભવમાં યા આ ભવમાં વસતાં જેણે જે કર્મ કર્યો છે. તે તેણે અવશ્ય ભોગવવાં પડે છે. કોઈ એ જીવ નથી કે સંસારમાં રહ્યા છો કર્મથકી, નહીં લેપાતો હોય. શ્રી છોક્ત કથિત શ્રાવક ધર્મ અને નિર્મનું અવલંબન કરવાથી જન્મ જરા મરણના દોષે ટળે છે. શ્રી સદ્ગુરૂ મહારાજની વાણું સાંભળી શ્રાવકની કરણી કરે છે તેને શ્રાવક કહે છે. તે
शृणोति यतिम्यः सम्यक् समाचारी स श्रावकः । मुश्चति शुभयोगेन कर्म इति स श्रावकः ॥१॥
For Private And Personal Use Only