________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
વચનામૃત.
કે કાળ તે ન ખુટો પણ અમારું આયુષ્ય ખુટી ગયું. તૃષ્ણ તો જીર્ણ ન થઈ, પણ અમે જ જીર્ણ થયા; અર્થાત વૃદ્ધ થઈ ગયા. તૃષ્ણ દિનપ્રતિદિન વધતી જાય છે. રાજ્ય મળવાની તૃષ્ણ, ધનની તૃષ્ણ, પુત્રની તૃષ્ણ, મોટાઈની તૃષ્ણ, આદિ તૃષ્ણના અનેક ભેદ છે. તે તૃષ્ણ બાલ કે વૃદ્ધમાં રહેલી છે. અનેક જાતની તૃષ્ણવડે ભવ્ય અનેક પ્રકારનાં કર્મ કર્યા કરે છે અને જરા માત્ર વિશ્રાંતિ લેતા નથી તે તૃષ્ણને પાર કઈ પાર નથી. અને કોઈ પામનાર નથી. ક્યા મનુષ્યને તૃણું નહીં હોય? અલબત જે સંતોષને ધારણ કરે છે, તેને તૃષ્ણ પીડી શકતી નથી. જ્યાં તૃષ્ણ ત્યાં લાભનો વાસ છે. તૃષ્ણ મહા દુઃખકારક છે. તૃષ્ણની જુવાની ઉતરતી નથી. કહ્યું છે કે–વઢિસિવારd mસ્ટિર્તિાિ શિરઃ માત્રામાં ફિસ્ટિાન્ત તૂ તારા મુખ ઉપર ત્વચાની કરચલીઓ પડી ગઈ, મસ્તક પળીયાંથી છવાઈ ગયું, અને પ્રત્યેક અંગ શિથિલ થઈ ગયાં; પણ આ તૃષ્ણ તો પ્રતિદિન વધતી જ જાય છે. વળી પ્રાણુઓને રાજ્યાદિ સંપત્તિનું અભિમાન કરવું તે પણ મિથ્યા છે. ક્ષણવાર પણ જે પૃથ્વીનું પાલન કર્યા વગર જે રાજાઓ ગયા નથી, તે. પૃથ્વીને લાભ થવામાં રાજાઓ અભિમાન રાખે છે. એ શું વળી તે પૃથ્વીના અંશના પણ અંશ અને એકાદ દેશ યા ગામના ઠાકોર રાજા થતાં શોકને ઠેકાણે ઉલટ હર્ષ જડ રાજાઓને થાય છે. તેમજ જે શેઠીઆઓ પહેલાં અન્જાધિપતિ કરાડાધિપતિ હતા અને જેઓના ઘરમાં હીરા માણેકને પાર નહોતે, તેવા પણ શેઠીઆઓ અંતે ધનને સાથે લઈ ગયા નહીં. તેઓના જેટલી લક્ષ્મી, અધિકાર અને માન નહીં છતાં જડ જેવા છો લક્ષાધિપતિ અગર સહસ્ત્રાધિપતિ થઈ શોકના બદલે હવે ધારણ કરે છે. અને અજરામર જીવિતવ્યધારી જડ વસ્તુના મોહમાં પ્રેરાઈ ધર્મ માર્ગ ભુલી ભવ ભ્રમણ માર્ગમાં પ્રવેશ કરે છે. અહો ! શું કર્મની ગતિ લાખાવાર યા હજારેવાર સાંભળીએ છીએ, તેમ અનુભવીએ છીએ કે આ સંસાર અસાર છે. તેમાં ધર્મ એક સાર છે. છતાં ધર્મ તરફ દષ્ટિ દેવાતી નથી. ક્રોધ, માન, માયા, અને લેભમાં અહર્નિશ છવ ખુચી રહેલો છે, કહે કે હવે ધર્મ વિના શિવશર્મ શી રીતે મળી શકે? મોક્ષ વિના બીજે ઠેકાણે સુખ નથી. જીવ જરા વૈરાગ્ય લાવી આત્મહિતની ખાતર હવ ધર્મ માર્ગમાં પ્રવૃત્તિ કર કે જેથી તારું કલ્યાણ થાય. લક્ષ્મી ચંચળ છે, આયુષ્ય સંધ્યાના રંગ જેવું છે, આ હિત વા ક્ષણ પણ ભૂલીશ નહીં અને આમેપગે રમી શાશ્વતપદ પાપ્ત કર કે જેથી તુ અનંત સુખમય બને.
For Private And Personal Use Only