________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
એક નોંધ.
સુરતવાળા મહેમ શેઠ નગીનદાસ કપુરચંદ ઝવેરીની
જીવન રેખા.
આ ગ્રન્થ એક એવા પુણ્યશાળી નરરત્નના સ્મરણાર્થે, તેમના સુપુ. ત્રિોની સહાયતાથી પ્રગટ થાય છે, કે જેના નામથી અને કાર્યોથી ભાગ્યે જ કોઈ જેન અજાણ હશે. તે નરરત્ન શેઠ નગીનદાસ કપુરચંદ ઝવેરીને સુરત મધ્યે સંવત ૧૮૦૩ ના આસો વદ ૬ જન્મ થયો હતો અને સંવત ૧૯૬૪ ના માગશર વદ ૬ ના દીવસે સુરત મધ્યે જ તેમના આત્માએ આ નાશવંત શરીરને ત્યાગ કર્યો છે, એટલે લગભગ ૬૧ વર્ષની ઉમ્મરે બહોળું કુટુંબ છોડી ગયા છે. તે ઉમ્મર દરમીયાન પોતે મુંબઈની અંદર વ્યાપારાર્થે ઘણે વખત રહ્યા હતા, શરીર સ્થિતિ નરમ થવાથી છેલ્લા ૧-૨ વર્ષથી સુરત સ્થાઈ રહેતા હતા. પરમ પુજ્ય મુની શ્રીમદ્ મોહનલાલજી મહારાજશ્રીના પરમ ભક્ત હતા, તેઓશ્રીના વચન ઉપર અત્યંત શ્રદ્ધા રાખતા હતા. ત્યારબાદ શેઠ શ્રી મોતીના વ્યાપારમાં ઉત્તરોત્તર દ્રવ્ય પ્રાપ્તિ વિષેશ કરતા રહ્યા હતા. સ્વબળે જેમ દ્રવ્ય એકઠું કરતા ગયા, તેમ હરેક શુભ કાર્યોમાં પુષ્કળ દ્રવ્ય વાપરતા રહ્યા હતા. દાનેશ્વરીમાં તેમણે જેમાં મોટું માન મેળવ્યું હતું. મહંમ ધર્મવીર શેઠ ધર્મચંદ ઉદેચંદ અને તેઓ જેમ બાળ મિત્રો હતા, તેમ દરેક કાર્યોમાં પણ બંને સાથે જ ઉમંગભેર ભાગ લેતા હતા, અને તે જ પ્રમાણે દ્રવ્ય પણ ખર્ચતા હતા. તે બંનેમાં ઘણી ઉદારતા હતી. તેમના પગલે તેમના સુપુત્ર પણ સારી ઉદારતા રાખે છે, એટલું જ નહીં પણ પિતાની કીર્તિને ઉદારતા વડે વધારી રહ્યા છે.
મુંબઈ કે સુરતમાં કઈ એવી ટીપ નહીં હોય કે જેમાં શેઠશ્રીનું નામ અને સારી રકમ ભરેલી ન હોય, તેમજ જેનેનું એક પણ એવું ખાતું નહીં હોય કે જેમાં શેઠશ્રીની સારી માત્ર ન હોય; ઉપાશ્રય, જીર્ણ મંદીરે, જીવ દયા, અને સાધમ બંધુઓના સહાય અર્થે થતી ટીપમાં પિતે જે ઉદારતાથી રમે ભરેલી છે, તેનો વિગતવાર આંકડે હમો મેળવી શક્યા નથી; પણ તેને સરવાળો બહુ મટે છે. અનુભવથી કહી શકીએ છીએ કે એક
For Private And Personal Use Only