________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પ્રસ્તાવના
કેટલાક સમય પૂર્વે “વચનામૃત” નામે એક લધુ ગ્રન્થ શ્રીમદ્ મુનિ શ્રી બુદ્ધિસાગરજીએ રચ્યો હતો અને તે પ્રગટ થઈ ગયો છે, તે ગ્રન્ય તથા જુદા જુદા પ્રસંગે જુદા જુદા સ્થાને, તેઓશ્રીએ લખેલા અને પ્રગટ થયેલા લેખો-અમૃત વચને–આ વચનામૃત ગ્રન્થમાં દાખલ કરી આ ગ્રન્થને શ્રીમદ્ બુદ્ધિસાગરજી ગ્રન્થમાળાના ૨૨ મા ગ્રન્થ તરીકે મંડળે પ્રગટ કર્યો છે.
ગ્રન્થમાં સમાયેલા વિષયો વાચકોને જુદો જુદો રસ પ્રાપ્ત કરાવે તેવા છે, તે સાથે ઉપયોગી અને મનનીય છે. ત્યાર બાદ અત્યંત ઉપયોગી એવા ત્રણ ગ્રન્થો કે જેની ત્રણ ત્રણ આવૃત્તિઓ પ્રગટ થઈ છે, તે “ગુણાનુરાગ” “શ્રાવકધર્મ સ્વરૂપ ભાગ ૧ લો” તથા “ભાગ બીજો” આ ગ્રન્થ ભેગા પ્રગટ કર્યા છે.
શેઠ નગીનદાસ કપુરચંદ ઝવેરીના સુપુત્રએ પિતાના પિતાશ્રીના સ્મર્ણાર્થે રૂ. ૩૦૦) ની મંડળને સહાય કરી છે, જે માટે તેઓને ધન્યવાદ ઘટે છે. કેમકે પિતાના પૂજ્ય નેહીઓનું સ્મરણ આવા ગ્રન્થો મારફતે રાખવું તે સર્વોત્તમ છે. - શેઠ શ્રી દાનેશ્વરી હતા, તે સાથે સરળ પ્રકૃતિવાળા હતા; તેમના વિષે લખીએ તેટલું ઓછું છે, છતાં એક ધના મથાળા નીચે જે કંઈ સ્મરણમાં આવ્યું તેટલું પ્યું છે, જે તરફ વાંચકોનું ધ્યાન ખેંચી વિરમીએ છીએ.
ચંપાગલી, મુંબઈ
પેસ સુદ ૧ વિરસંવત ૨૪૩૪,
જી. अध्यात्मज्ञानप्रसारक मंडळ.
J.
For Private And Personal Use Only