________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
વચનામૃત.
કેશલેચ કરતે ફરે, મનમાં અતિ મકલાય; ભાવ લાચ યાવત્ નહી, તાવત્ ભવ ભટકાય. બાહ્ય પરિગ્રહ ત્યાગતા, મુનિપણું માને મન; અત્યંતર પરિગ્રહથકી, વિરમ્યા નહીં તે અધન્ય. ક્રિયા કરી નિંદા કરે, કાકવૃત્તિ મન જાસ; સાધુ થયા તો શું થયું, ત્રણ ભુવનના દાસ, જપ તપ ક્રિયા અનુસરે, સત્ય નહીં ઉપદેશ જિનઆણુ ઉત્થાપ તે, પામે તે બહુ કલેશ બાહ્ય ત્યાગ દેખાડતો, મન ધરતા અભિમાન; કપટ કરી પર છેતરે, તે મુનિ છે નાદાનપરનિંદા સ્તુતિ આપની, કરતા જનની પાસ; તે મુનિ તર્યા કિમ તારશે, જસ પર પુગલ આશ,
ધ લેભ ભય હાસ્યને, જેને છે પર ભાવ;. તય નહિ તે મુનિવર, ભવજલમાંહિ નાવ, આપ વચનને થાપતા, સત્ય વચન કરે દૂર; જિન વાણી સમજે નહીં, મનમાં છે બહુ ક્રૂર, ગછતણું મમતા ધરે, સંધાડાને રાગ; તેહ મુનિ શું તરી શકે, રાગતણે ત્યાં ડાઘ, ગાડરીયા પ્રવાહની, આચરણ ધરી ચિત્ત, મુનિ વેષ જે પહેરતા, તે શું ? હોય પવિત્ત આત્મસ્વરૂપને ઓળખે, પર પુગલ નહીં આશ; તે મુનિવરને વંદીએ, તેના થઈને દાસ, ચાર નિક્ષેપા જાણતા, ઉત્સર્ગને અપવાદ, વ્યવહાર નિશ્ચય જાણુતા, જાણતા સ્યાદ્વાદ. નવ તવાદિક જાણતા, રમતા આત્મ સ્વરૂપ તે મુનિવરને વદતાં, પડીએ નહિ ભવ કૂપ. આત્મસ્વભાવે સ્થિરતા, પર પુગલ નહિ આશ; તે મુનિવર નિત્ય વદીએ, તસ વચને વિશ્વાસ, બાર ભાવના ભાવતા, માધ્યસ્થાદિક ચાર; તે મુનિવર નિત્ય વંદીએ, તરીએ ભવજલ પાર. ગામેગામે વિચરતા, એકજ નહીં સવાસ; તે મુનિવર નિત્ય વંદીએ, ભાવ ધરી ઉ૯લાસ
For Private And Personal Use Only