________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
શ્રાવક ધર્મ સ્વરૂપ.
૩૬૫
તેને માને છે, બાકીનું સઘળું જૂઠું માને છે. એવા સ્વમતિમાન્ય આગ્રહીઓ જેન સિદ્ધાંતનાં સૂક્ષ્મ તત્વે કે જે છટ્વસ્થ મનુષ્યની બુદ્ધિમાં ગમ્ય થાય નહીં તેવાં તત્ત્વોની સેવાઓ શ્રદ્ધા ધારણ કરી શકતા નથી. અલ્પબુદ્ધિથી મનુષ્ય કોઈ પણ પદાર્થોનું પરિપૂર્ણ જ્ઞાન કરવાને શક્તિમાન થતા નથી. અલ્પબુદ્ધિ રૂ૫ દપણુમાં સર્વ પદાર્થોનો પરિપૂર્ણ ભાસ પડે નહીં, માટે અલ્પબુદ્ધિ ગખ્ય સિદ્ધાન્તો કરવાની હિંમત સર્વથા કેમ થઈ શકે? જિનેજેને કેવલજ્ઞાન હતું. કેવલજ્ઞાનમાં સર્વ પ્રકારના પદાર્થો ભાસતા હતા માટે તીર્થકરે કથિત આગમેજ મોક્ષ માર્ગમાં પ્રમાણભૂત માનવાં જોઈએ. પિતાની બુદ્ધિરૂપ દર્પણમાં જિનાગમન પૂર્ણ ભાસ થાય નહીં તેમાં પિતાની બુદ્ધિને દોષ છે પણ જિનાગમનો દોષ નથી. ઇંગ્લીશ વગેરે ભાષાઓ ભણીને મનુષ્યો છીએ. એમ. એ. બને તે પણ તેથી કંઈ સમ્યજ્ઞાન પ્રાપ્ત થતું નથી. જિનાગમને જાણીને તેની શ્રદ્ધા કરવાથીજ સમ્યગજ્ઞાન પ્રાપ્ત થાય છે. કદાપિ અજ્ઞાનના ગે જેને સિદ્ધાન્તોમાં પરમાર્થો ન સમજાય તેમાં પિતાની અજ્ઞાનતાનો દોષ સમજ પણ તેથી જેના પર આક્ષેપ કરવો ઘટતો નથી. જેનાગોનાં રહસ્યો ગુરૂગમ–પૂર્વક સમજવાં જોઈએ. અને જેનાગમને અનુસરીને ધર્મની ક્રિયાઓને આધકાર પ્રમાણે યથાશક્તિ આદરવી. જે તીર્થંકર પ્રણીત આગમ ન હોત તો દુઃષમ કાળથી મતિહીન બનતા ભવ્ય જનના સંસારમાં શા હાલ થાત ? કલિકાળમાં જેનાગમને એક ખરો આધાર છે. જેનાગમ અનુસારે દેવગુરૂ વન્દન, દેવ પૂજા, અને પ્રતિક્રમણ વગેરે સર્વ ક્રિયાઓને ભાવશ્રાવકો કરે છે. જેનાગમ પુરસ્સર ધર્મ ક્રિયા કરનાર ભાવશ્રાવક, ખરેખર દાનાદિચતુર્વિધ ધર્મને સમ્યપણે સેવી શકે છે માટે દશમો ગુણ કહ્યા બાદ દાનાદિક ધર્મ વિશિષ્ટ અગ્યારમા ગુણને કહેવો જોઈએ.
भावश्रावकनो अग्यारमो गुण.
अनिगृहितो सतिं-आय अबाहाइ जह बहुं कुणई। आयरइ तहा सुमई-दाणाइ चउव्विहं धम्मं ॥ ११ ॥
ભાવાર્થ –શક્તિ ગોપવ્યા સિવાય તેમજ પોતાના આત્માને અબાધા ન થાય, જેમ જાજુ થાય તેમ સુમતિ ભાવશ્રાવક. દાનાદિક ચાર પ્રકારના ધર્મને આદરે છે.
For Private And Personal Use Only