________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૩૬૪
શ્રાવક ધર્મ સ્વરૂપ.
જવા. અજ્ઞાન મનુષ્યા ગાડરીયા પ્રવાહની પેઠે એકની પછી એક જોડાય છે. સમીતિ મનુષ્ય ગતાનુગતિકની પ્રવૃત્તિને પકડતા નથી. તે તા વિચાર કરીને પ્રવૃત્તિ વા નિવૃત્તિ માર્ગમાં પ્રવેશે છે. લાક રૂઢીને તાખે થતા નથી. વિવેક દૃષ્ટિથી વિચાર કરીને કરવાનું હોય છે તે કરે છે. અજ્ઞાનીની આંખાનાં ચશ્માં ચડાવીને જોતા નથી. પરિપૂર્ણ વિચાર કર્યા વિના કાઈ પણુ વસ્તુના હૈય ઉપાદેયરૂપ નિશ્ચય કરતા નથી. ધર્મ ક્રિયાઓના રહસ્યાના પરિપૂર્ણ વિચાર કરી તેમાં પ્રવૃત્તિ કરે છે. ગાડરીયા પ્રવાહના તાખે થઈ હૃદય શૂન્ય બનતા નથી. વિવેક દૃષ્ટિથી સર્વે ખાખામાં પગલું ભરે છે. કાઇના ધન, સત્તાના તેજમાં અંજાઈ જઈને પારકાના અશુભ વિચારાને દાસ બનતા નથી. સાતનય ચાર નિક્ષેપવડે દરેક વસ્તુઓના ધર્મના વિચાર કરી જે જે નયની અપેક્ષાએ જે જે વાત સત્ય હોય તે ને તેતે નયની તે તે અપેક્ષાએ સત્ય માને છે. આવા ઉત્તમ ગુણને ધારણ કરનાર શ્રાવક જિનાગમને આગળ કરી સ્વધર્મની ક્રિયા સ્વાધિકારે અને યથાશક્તિથી કરે છે. માટે નવમા ગુણુ ખાદ દશમા ગુણુનું વિવેચન કરાય છે.
भाव श्रावकनो दशमो गुण.
नथ्यि परलोय मग्गे, पमाणमन्नं जिणागमंमुत्तुं ।
आगम पुरस्सरं चिय - करेइ तो सव्वकिरियाओ ।। १० ।। ભાવાર્થ:—પરલેાકના માર્ગમાં જિનાગમ મૂકીને અન્ય પ્રમાણુ નથી. માટે ભાવશ્રાવક ખરેખર જૈન સિદ્ધાંતાને અનુસરીનેજ ધર્મની સર્વે ક્રિયાઆને કરે છે.
પરલાક એટલે મેાક્ષ, તેના માર્ગમાં અર્થાત્ જ્ઞાનદર્શન અને ચારિત્ર રૂપ માક્ષ માર્ગમાં તીર્થંકરના સિદ્ધાંતને મૂકીને અન્ય પુરાવે નથી. મેાક્ષ માર્ગની આરાધનામાં સર્વજ્ઞની વાણીજ પ્રમાણભૂત છે. જગમાં રાગ દ્વેષથી અસત્ય વચન મેલાય છે. રાગ દ્વેષ રહિત વીતરાગને જૂઠું ખેાલવાનું કંઇ પશુ પ્રયેાજન નથી. હાલ પિસ્તાળીશ આગમ વગેરે જે જે જૈનધર્મનાં પુસ્તકા હાય તેનું બહુમાન કરવું અને આગમના આધારે સર્વે ધર્મની ક્રિયાઓ કરવી જોઇએ. હાલના કાળમાં આગમા વિના અન્ય કોઈ આધાર પ્રમાણમાં નથી. આગમાનુસારી ક્રિયાને અધિકાર પ્રમાણે આદરવી પશુ કદાપી કોઇ ક્રિયાના છેદ કરવા નહીં. કેટલાક બુદ્ધિમાં જે ગમ્ય થાય છે
For Private And Personal Use Only