________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
શ્રાવક ધર્મ સ્વરૂપ.
૩૬૧
भावश्रावकनो छठो गुण.
वज्जइ तिव्वारंभ-कुणइ अकामा अनिव्वहंतोउ । थुणइ निरारंभजणं-दयालुओ सव्वजीवेसु ॥ ६ ॥
ભાવાર્થ-સર્વ જીવ પર દયાળુ એવો ભાવશ્રાવક–તીવ્રારંભનો ત્યાગ કરે છે. નિર્વાહ ન થતાં ઈચ્છા વિના આરંભ કરતો છતો નિરારંભી મનુ
ને વખાણે છે. સ્થાવર અને જંગમ જીવોને જેમાં ઘાણ નીકળી જાય એવા તીવ્રારંભને ભાવશ્રાવક વર્જે છે અને કદાપિ ગૃહસ્થાવાસમાં આજીવિ. કાના અર્થે અન્ય વ્યાપારના અભાવે ખરકર્માદિક કરવાં પડે તો અકામપણે અર્થાત મન્દઈચછાથી તેમાં પ્રવૃત્તિ કરે છે અને નિરારંભી સાધુઓની પ્રશંસા કરે છે. ધન્ય છે એવા મહા મુનિને કે જે મનથી પણ પરને પીડા કરતા નથી અને આરંભથી દૂર રહી આત્માનું કલ્યાણ કરે છે. દયાળુ ભાવશ્રાવક મનમાં વિચારે છે કે ક્રોડે જીવોને જે દુઃખમાં સ્થાપે છે તેમનું જીવતર શું સદાકાળ રહેનાર છે? ભાવશ્રાવક તીવ્રારંભને વજેતે છો અનર્થદંડમાં પણ પ્રવૃત્તિ કરતા નથી. આરંભમાં મુંઝાયા વિના ભાવ શ્રાવક વર્તે છે. વખત આવે આરંભને ત્યાગ કરીને સાધુપણું અંગીકાર કરે છે. આ ગુણ પ્રાપ્ત કરવા માટે મનુષ્યોએ પ્રયત્ન કરવો જોઈએ. તીવ્ર આરંભમાં પ્રવૃત્તિ ન કરનાર શ્રાવક ગ્રહવાસને પાશની સમાન માને છે. માટે એ છછૂં ગુણ કા. બાદ હવે સાતમા ગુણને કહે છે.
भावश्रावकनो सातमो गुण.
गिहवासं पास पिव-मन्नंतोसई दुख्खिओतमि;
चारित्तमोहणिज्जं निजिणिउ उज्जमं कुणइ ॥७॥
ભાવાર્થ-ગૃહવાસને પાશની પેઠે માનતા થકો દુખિત થઈ તેમાં વાસ કરે છે, અને ચારિત્ર મોહનીય કર્મ જીતવાને ઉદ્યમ કરે છે. ભોગાવલી કર્મના તીવ્ર ઉદયે ગૃહાવાસમાં વસે છે તેપણુ ગુહાવાસમાં સુખની બુદ્ધિ ધારણ કરતા નથી. સંસાર ભીરૂ ભાવશ્રાવક માતા પિતા વગેરેના પ્રતિબન્ધથી દીક્ષા લેઈ શકતો નથી. તોપણ તે ચારિત્રની ભાવના કરતે છતો સંસારમાં પડી રહે છે. અને ચારિત્ર મેહનીયને ટાળવા પ્રયત્ન કરે છે,
For Private And Personal Use Only