________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
શ્રાવક ધર્મ સ્વરૂપ.
૩૫૧
धर्मज्ञो धर्म कर्त्ताच-सदा धर्मप्रवर्तकः ।।
सत्त्वेभ्यो धर्मशास्त्राणां-देशको गुरु रुच्यत ॥ १ ॥ ધર્મને વાણ, ધર્મ કરનાર, સદા ધર્મનો પ્રવર્તાવનાર, ધર્મશાને મનુષ્યોને ઉપદેશ દેનાર ગુરૂ ગણાય છે. ગુરૂના બદલે ગુરૂજન કલ્લા તે બહપણ સમજાવવાને માટે જ. તેથી જે કઈ ગુરૂ લક્ષણથી લક્ષિત હોય તે સર્વ ગુરૂજન શબ્દથી ગ્રહણ કરવા.
શ્રાવક, શ્રીસદગુરૂના ધ્યાનાગમાં વિશ્વ નહીં નાંખતો વખતસર તેમની સેવા કરે છે. ગુરૂની સેવામાં મીઠા મેવા માને છે. ગુરૂની સેવા ચાકરી કરવામાં કદી પાછી પાની કરતો નથી. ગુરૂની સેવા કરવામાં અત્યંત ઉત્સાહને ધારણ કરે છે. ગુરૂની સેવામાં તન મન અને ધનને વ્યય કરે છે.
તેમજ ગુરૂના ગુણનું વર્ણન કરીને અન્યોને પણ સેવામાં પ્રવર્તાવે છે. ગુરૂ સેવામાં જે રહસ્ય સમાયેલું હોય છે તે અન્યોને ન્યાયયુતિ કથા વગેરેથી સમજાવે છે. ગુરૂના ખરા ગુણો બોલીને અન્યને ગુરૂના રાગી બનાવે છે. ગુરૂને ઓષધ અને ભૈષજનું દાન કરે છે. ગુરૂને સંયમ સાધવામાં મદદગાર બને છે. અન્યો પાસે પણ ઔષધ ભેજ વગેરે ગુરૂને અપાવે છે. અત્ર, પાન અનેક જાતનાં ઔષધ, રજોહરણ, મુખવાસ્ત્રિકા, કંબલ, વસ્ત્ર, પત્ર, પુસ્તક, પાનાં, અનેક જાતનાં ઉપાશ્રયો, દંડાદિક ધર્મના ઉપકરણો, પાટ, અને પાટલા વગેરે જે જે ધર્મસાધન હેતુઓ હોય તેનું દાન કરે છે અને અન્ય મનુષ્યોને પણ પૂર્વોક્ત વસ્તુઓનું દાન દેવામાં પ્રેરણું કરે છે. મન, વચન અને કાયાએ પ્રતિદિન મુનિયાની ઉત્તમ સેવા કરે છે, તે આવતા ભવોમાં નિરોગી થાય છે. શ્રાવક સદા ગુરૂનું બહુ માન રાખે છે અને તેમના અભિપ્રાયને અનુસરીને ચાલે છે.
६. छटुं प्रवचन कुशल स्वरूप.
-
-
-
मुत्ते अत्येय तहा, उस्सग्गववाय भाव ववहारे ।। जो कुसलत्तं पत्तो, पवयण कुसलो तओ छद्धा ॥ ६॥
સૂત્રમાં, અર્થમાં, તેમજ ઉત્સર્ગમાં, અપવાદમાં, ભાવમાં અને વ્યવહારમાં જે કુશળતાને પાયે હેય તે છ પ્રકારે પ્રવચન કુશલ ગણાય છે,
For Private And Personal Use Only