________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૩૫૦
શ્રાવક ધર્મ સ્વરૂ૫.
કહેતા નથી. રાજસભામાં બેટું બોલી કોઈને દૂષિત કરતા નથી. મન; વચન, અને કાયાની ક્રિયાઓ તે અન્યને વાંચવા માટે કરતા નથી. ધર્મની ક્રિયાઓમાં પણ છેતરવાની બુદ્ધિ ધારણ કરતા નથી. પિતાના અપરાધ જે જે થયા તે તે અપરાધોને પ્રકાશ કરીને પછીથી તે અપરાધને ન કરવા માટે પ્રતિજ્ઞા કરે છે. ભાવશ્રાવકો ખરા ભાવથી નિષ્કપટ મૈત્રીભાવને ધારણ કરે છે, સર્વ જીવોની સાથે પરમાર્થ બુદ્ધિથી મત્રી ભાવને ધારણ કરે છે જગતના સર્વ જેને પોતાના મિત્ર સમાન જાણે છે. ભાવશ્રાવકો કોઈ પણ જીવની સાથે વૈરભાવ ધારણ કરતા નથી. શ્રી શ્રીપાલરાજાની પેઠે સર્વત્ર મૈત્રી ભાવને ધારે છે. શઠતા કરીને જેઓ મિત્ર કરવા ઈચછે છે તેઓ પાપ કરીને ધર્મ કરવા ઇચ્છે છે, કોઈ પણ પ્રકારના સ્વાર્થ વિના સર્વ જીવોની સાથે મિત્રતા રાખતાં ચિત્તા, શાક વગેરે માનસિક પીડાઓ ઉત્પન્ન થતી નથી. નિષ્કપટ ભાવથી મિત્રી કરનારા ભાવશ્રાવ, રાજા, પ્રધાન વગેરે અનેક મનુષ્યોને પ્રિય થઈ પડે છે. (નિષ્કપટ ભાવથી મૈત્રી કરનારા ભાવશ્રાવક, સર્વત્ર વિશ્વાસ કરવા યોગ્ય થાય છે.) તેઓની પરમાર્થ, મૈત્રીથી દુશ્મને પણ તેમના દાસ જેવા બને છે અને તે સર્વત્ર પૂજનીય થઈ પડે છે, મન, વચન અને કાયાથી એમ સરલતા ધારણ કરનારા ભાવશ્રાવકે સત્ય ધર્મને આરાધી શકે છે, ગુરૂને વિશ્વાસ તથા
પ્યાર મેળવી શકે છે, ગુરૂની કૃપાના ઘરભૂત તેઓ બને છે, તેના ઉપર તેમના પ્રસંગમાં આવેલાને અવિશ્વાસ કદી આવતો નથી. તેવા શ્રાવકોનું સર્વત્ર સર્વથા પ્રમાણિકપણે પ્રસરે છે. પિતાના આત્માનું કલ્યાણ કરે છે, અને અન્યોને પણ ઉચ્ચ પદવી પર ચઢાવી શકે છે.
૧. Tiા મુવા હવા, सेवाइ कारणेणय-संपायणभावओ गुरुजणस्स ।। मुस्सूसणं कुणतो-गुरु सुस्सूओ हवइ चउहा ॥१॥
ગુરૂજનની સેવા વડે, અને તેમાં પ્રવર્તાવવા વડે, ઐાષધાદિક આપવા વડે, તથા ચિત્તના ભાવે ગુરૂજનની સુશ્રુષા કરતા થકા ચાર પ્રકારે ગુરૂ સેવક હોય છે.
મા બાપ વગેરે પણ ગુરૂ ગણાય છે પણ અત્ર ધર્મના પ્રસ્તાવથી આચાર્ય ઉપાધ્યાય સાધુ પ્રસ્તુત છે માટે તેમને ઉદેશીનેજ ગુરૂ સેવાની વ્યાખ્યા કરવી. શરૂનું લક્ષણ કહે છે
For Private And Personal Use Only