________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
શ્રાવક ધર્મ સ્વરૂપ.
૩૪૫
१. प्रथम कृतवतकर्मk स्वरूप.
तथ्थायण्णण जाणण-गिहण पडिसेवणेसु उज्जुत्ते ॥ कयवयकम्मोचउहा-भावत्यो तस्सिमोहोइ ॥ १॥
ભાવસાવક-વનું સ્વરૂપ સાંભળે છે, અને બરાબર તેને નિશ્ચય કરી જાણે છે. પશ્ચાત વ્રતને ગ્રહણ કરે છે, અને તેને બરાબર પાળે છે, એ ચાર બાબતમાં કૃતવતકર્મો શ્રાવક, ઉઘનવાન હોય છે. તેવો શ્રાવક વિનય અને બહુમાનપૂર્વક ગીતાર્થ ગુરૂ પાસેથી વ્રતનું સ્વરૂપ સાંભળે છે. વિનય એટલે ગુરૂના સામે ઉઠીને જવું, ગુરૂ આવે ત્યારે ઉભા થઈ પગે લાગવું ગુણને વાંદરા અને ગુરૂનાપર બહુ પ્રીતિ ધારણ કરવી તે બહુમાન જાણવું. વિનય અને બહુમાનપૂર્વક, ગીતાર્થ ગુરૂ પાસે વ્રતોનું સ્વરૂપ સાંભળતાં ગુરૂના બેની હદયમાં અસર થાય છે. અને જ્ઞાનવરણીય કર્મ ખરે છે. કઈ ધૂર્ત હોય છે તે ઉપરથી વાંદણાં વગેરે દેઈ વિનય પૂર્વક પરિતાનને માટે સાંભળે છે પણ મનમાં ગુરૂપ્રતિ બહુમાન ન હોય, કારણ કે તે ભારે કર્મી હેય છે. તેવા જ સાંભળીને આત્માથીપણું પામી શકતા નથી. બીજે હૃદયમાં ગુરનું બહુમાન કરે–પણ માંદે હાય ઈત્યાદિ શક્તિ વિકલતાથી વિનય કરતો નથી. ત્રીજે કલ્યાણના સમૂહને તુર્ત પામનાર હોવાથી સુદર્શન શેઠની માફક વિનય અને બહુમાન પૂર્વક ગુરૂ ઉપદેશને સાંભળે છે.
કેઈ ભારે કમ વિનય અને બહુ માન રહિત હોય છે અને તે ઉપદેશને સાંભળે છે, પણ આગમ પ્રમાણે અલનાર ગુરૂએ એવા વિનય બહુમાન હીન જનને કંઈ પણ સંભળાવવું નહીં.
શ્રી સ્થાનાંગસૂત્રમાં ચાર જણ વાચના દેવાને અયોગ્ય કહ્યા છે તે નીચે મુજબ -
૧ અવિનીત, ૨ વિકૃતિ રસિક, ૩ અવિજેષિત પાભૂત અને ૪ અતિકષાયી. અવિનયીને ઉપદેશ આપનાર પ્રેકટ કલેશ પામે છે. વિનય વિના જે જે સાંભળવામાં આવે છે તે તે સભ્યપણે પરિણમતું નથી. વિનયવંતને પણ અધિકાર પ્રમાણે વિભાગ પાડીને મધુરવાણીથી સ્નાનાદિકની વૃદ્ધિ કરે એ ઉપદેશ આપે. સુત્ર અને તેના અર્થથી સંયુક્ત હોય છે તે ગીતાર્થ કહેવાય છે. ઉપદેશ દેવાને અધિકાર ગીતાર્થ ગુરૂને છે. ગીતાર્થ વિના અન્ય કદાપિ અસત્ય પ્રરૂપણ કરી શકે અને દ્રવ્યક્ષેત્ર કાળ અને ભાવ
For Private And Personal Use Only