________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
શ્રાવક ધર્મ સ્વરૂપ.
લાહ પિતાને ન પુછે તે જરા રીસ કરે છે, પણ મુનિવર્ગપર અત્યન્ત પ્રેમભાવને ધારણ કરે છે. સાધુ ગુરૂની ખાનગી વાતને તે જાણે છે અને ખરા વખતે તન, મન અને ધન વડે મુનિ સદગુરૂને સહાય આપવારૂપ ભક્તિને સાચવે છે. મુનિ ગુરૂની છાનામાં છાની વાતને જાણવાને તે અધિકારી બને છે, અને ગમે તેવા કારણ પ્રસંગે પણ મુનિના ઉપરને પ્રેમ ત્યાગતો નથી. મુનિના દુઃખે દુઃખી થાય છે. મુનિ ગુરૂનાં દર્શન કર્યા વિના તેને ચેન પડતું નથી. મુનિ ગુરૂને પચાચાર પાળવામાં બનતી વૈયાવચ્ચ કરે છે. ગંભીર મનને થઈ મુનિ ગુરૂનાં વચનને અન્યોની આગળ પ્રકાશતો નથી. ધર્મ કાર્યમાં મુનિ ગુરૂની સલાહ લેઈ વર્તે છે, પિતાના આત્માના કલ્યાણાર્થે મુનિ ગુરૂની પાસે જઈ તત્વને બેધ ગ્રહણ કરે છે, અને પિતાના અધિકાર પ્રમાણે ધર્મ માર્ગને ગ્રહણ કરે છે. પિતાના મનમાં ઉદભવતી શંકાઓને પુછીને નિઃશક મન કરે છે. મુનિ ગુરૂના ઉપર પૂર્ણ વિશ્વાસ ધારે છે. મુનિ ગુરૂની આજ્ઞા મસ્તકે ચડાવે છે અને પિતાના મનમાં કંઈ પણ છાનું રાખી ભેદ ભાવ ધારણ કરતા નથી. મનમાં જુદું અને વાણીમાં જુદું એમ શઠપણું તે ધારણ કરતા નથી. શ્રી ગુરથી કદાપિ કાળે પ્રાણાને પણ ભિન્નતા ધારણ કરતો નથી. મુનિ ગુરૂપર સાદર કરતાં પણ તે વિશેષ સ્નેહ ભાવને ધારે છે. કેટલાક શ્રાવકે શોકય સમાન હોય છે. તેઓ સાધુઓના છિદ્ધ જોવા અનેક પ્રપંચો રચે છે. તેઓ શોકથની પેઠે સાધુઓ ઉપર અદેખાઈ કરે છે. સાધુની એક સરષવ જેટલી ભૂલને લોકોના મુખે મેરૂ પર્વત જેવડી કરી બતાવે છે. સાધુઓની હેલના કરવા પિતાના મનમાં ધવલ શેઠની પેઠે જે જે પ્રપ ગોઠવવા પડે તે ગોઠવે છે. આડી અવળી સાધુઓની જુઠી નિન્દાની વાતોને ફેલાવે છે. તેવા શો૫ સમાન શ્રાવકે સાધુઓ ઉપર અનેક પ્રકારનાં આળ ચઢાવે છે. દૂધમાંથી પોરા કાઢવાની પેઠે તે સાધુઓના ગુણેને પણ અવગુણુ તરીકે લોકોની આગળ દેખાડે છે. વાતવાતમાં સાધુઓને ક્રોધ થાય તેનાં માર્મિક વચને બોલે છે, તેવા શોકય જેવા શ્રાવકે પિતાની પક્ષપાત બુદ્ધિને અનુસાર સાધુઓની નિન્દા થાય તેવી વાત કહે છે. આહાર-વિહાર ઉપદેશ વગેરેમાં સાધુઓના દેષ કાઢે છે. જિનકલ્પી જેવા સાધુઓના આચારોને બતાવી, ભોળા લોકોને આડે માર્ગે દોરી સાધુઓથી વિમુખ કરે છે. સાધુએના મુખે હા જી હા કરે છે અને પૂંઠ પાછળ ફાવે તેમ નિન્દા કરે છે. સાધુઓની પૂજા, ભક્તિ, થતી દેખીને તેવા શ્રાવકો શોક્યની પેઠે મનમાં બળ્યા કરે છે. હજારો ગુણે મુકીને સાધુમાં રહેલા એક દોષને જ્યાં ત્યાં બોલ્યા કરે છે, અને નિન્દાથી પિતાના આત્માને ભારે કરે છે. શાક્યની
For Private And Personal Use Only