________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
વિચનામૃત.
- સ્વાદ્વાદરીયા આત્મ પ્રાપ્તિ કરતાં વિકલ્પની સંકલ્પ શ્રેણીઓ નાશ પામે છે. આધિ વ્યાધિ અને ઉપાધિઓ નાશ પામે છે. આત્માને સત અસત આદિ પક્ષોથી જાણવો જોઈએ. સંસારમાંથી નિવૃત્તિ થયા બાદ આત્મગુણની પ્રવૃત્તિ થાય છે. આત્માના અનત ગુણે આત્મતત્વ નિર્મળ થવાથી આવિર્ભાવ થાય છે. સમયે સમયે આપયોગ થવો જોઇએ. હે આત્મન ! તું મોહદશાને ત્યાગ કર. પાંચ ઇકિયેના વીશ વિષયોથી વિરક્ત થા. સાંસારિક સુખને કાકવિષ્ટા સમાન જાણી સચ્ચિદાનંદ આત્મ સ્વરૂપ પ્રાપ કરવા પ્રયત્ન કર. ત્રલોકના સુખ કરતાં પણ આત્માનું એક ક્ષણનું સુખ અધિક છે. એ આત્યંતિક સુખ બજારમાં, ગિરિમાં, ગુફામાં નથી, કિંતુ આત્મામાં છે, અને તે જ્ઞાન ગુણે લક્ષ્ય છે. આત્મા ઉપર પ્રીતિ થતાં બાહ્ય પદાર્થો પરથી મમતા ઘટે છે, અને સમતા આત્મામાં પ્રગટે છે. રોવું, શોક, હાસ્ય, ક્રોધાદિક, એ સર્વ દોષને આત્મતત્ત્વજ્ઞાનથી નાશ થાય છે. હજારો પુસ્તક વાંચો વા કળામાં કુશળ થાઓ, પણ જ્યાં સુધી આત્માને વ્યવહાર નિશ્ચયન જાણ્યો નથી, ત્યાં સુધી શી રીતે ભવજલપાર પામી શકાય. શ્રી જીનેશ્વર મહારાજાએ પ્રરૂપેલાં નવ તત્ત્વને સમ્યગુરીતે અવબોધ થતાં શ્રદ્ધા ઉત્પન્ન થાય છે. માટે રે જીવ ! કેમ તે જાણવા પ્રયતન કરતા નથી, અને તે પ્રમાદ દશામાં આત્મહિત ખોયું. આત્મા સ્વઉપયોગે જાગ, જાગ. પરભાવ ત્યાગ કર, સ્વસ્વભાવમાં રમણ કર. અસ્થિર સંસારમાં ઈદગીને ભરૂસો નથી. કેઈ ચાલ્યા કેઈ ચાલશે. હાથે તે સાથે. શું સંસારમાં કોઈને ઘર, હાટ, પુત્ર, પરિવાર, પિતાનાં થયાં છે? ના, નથી થયાં. તે તારાં શી રીતે થવાનાં. શ્રદ્ધા ભક્તિથી સગુરૂ વચનામૃત હૃદયમાં ધારણ કર ! પ્રાણથી પણ પ્યારા શ્રી સશુરૂને મોક્ષ પ્રાપ્તિના ઉપાયોની પૃચ્છા કર. શત્રુ મિત્ર ઉપર સમભાવ ધારણ કરીને ઉદાસીન ભાવે રહે. ક્યાં ક્રોધ કરે છે? ક્યાં ભાન કરે છે? કેમ કપટ કરે છે? કોની ઉપર મમતા કરે છે ? કોનાથી તે મટે છે? તેને વિચાર કર. સર્વે આમા સિદ્ધ સમાન સત્તાએ છે. સર્વે જગત જીવ અને અજીવથી પરિપૂર્ણ છે. અનંતા છવો છે. તેમાં તું એ શા હિસાબમાં છે. રાશી લાખ છવયોનિમાં પુનઃ પુનઃ ભમતાં તારું કોઈ સ્થાન થયું નથી. તે શા કારણથી ? આ મારું અને આ તારું એ મિથ્યા ભાવથી બંધાય છે. આજકાલ સાંજ સવાર કરતાં આયુષ્ય ખૂટે છે. ક્ષણ ક્ષણમાં આભપયોગ કરી જે જીવ આત્મધ્યાન કરે છે, તે પરમ પઢ પામે છે, અને જે કરશે તે પણ પામશે.
अहंकर्तेत्यहंमान महाकृष्णाहिदशिनः नाहंकर्तेति विश्वासामृतं पीत्वा सुखी भव ॥१॥
For Private And Personal Use Only