________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
૩૨૮
શ્રાવક ધર્મ સ્વરૂપ.
વૃદ્ધને અનુસરનારા મનુષ્યાની હથેલીમાં સંપદા આવે છે. વૃદ્ધેાપદેશ આગમેટ સમાન છે. વૃદ્ધપણાથી પ્રાપ્ત થએલ વિવેકરૂપ વ મનુષ્યામાં રહેલ મિથ્યાત્વાદિક પર્વતાને તેાડવા સમર્થ થાય છે. સૂર્યનાં કિરણેાની માફક વૃદ્ધ સેવાથી મનુષ્યાનું અજ્ઞાનરૂપ અધકાર ક્ષણવારમાં વિલય પામે છે. વૃદ્ધસેવામાં તત્પર રહેનાંરા મનુષ્યા સધળા વિદ્યાઓમાં કુશળતા મેળવે છે અને વિનય ગુણુમાં તે અનાયાસે કુશળતા પ્રાપ્ત કરે છે. જ્ઞાન ધ્યાનાદિકથી રહિત છતાં પણ જે પુરૂષ વૃદ્ધને પૂજે છે તે સસારરૂપ અટવીને ઉધૂંધી જાય છે. તીવ્ર તપ કરતા થકા અને સકળ શાસ્ત્ર ભણુતા થકા પણ જે વૃદ્ધેાની અવજ્ઞા કરે છે તે કશું કલ્યાણ મેળવી શકતા નથી. લેાકમાં એવું કાષ્ઠ ઉત્તમ ધામ નથી, તથા જગમાં અખંડ એવું કાઈ સુખ નથી, કે જે વૃદ્ઘસેવા કરનાર મેળવી શકે નહીં, જેને પામીને મનુષ્યાની સ્વપ્રમાં પણ દુર્ગતિ થતી નથી તે વૃસેવા સદાકાલ વિજયવન્તી રહેા.
Acharya Shri Kailassagarsuri Gyanmandir
વૃદ્ધ પાપટના ઉપદેશને જેમ જુવાન પોપટાએ નહાતા માન્યા તે તેથી તે જાળમાં ફ્સાયા અને અન્તે વૃદ્ધ પાપટના ઉપદેશથી છૂટયા. તેમ ભવ્ય મનુષ્યાએ નાનાદિકમાં વૃદ્ધ એવા પુરૂષોની સલાહ તેમજ ઉપદેશને અનુસરી ચાલવું. તેવા વૃદ્દાની પાસે બેસી અનેક અનુભવાની વાતા સાંભળવી, કેમકે તેવા વૃદ્ધ પુરૂષોની વાતે!માં અમૂલ્ય ઉપદેશ રહસ્ય રહ્યું છે. તેઓએ પેાતાની જીંદ્રગીમાં જે જે અનુભવેા મેળવ્યા હાય છે તે સર્વે પ્રસગાપાત્ત જણાવે છે અને તેથી કેાઇ વખત વિદ્યુતની પેઠે સેવા કરનારાઓના મનમાં અસર થાય છે. દરેક બાબતમાં નાનારા અનુભવ પામેલા વૃદ્ધેા જીવતા શા સ્રાની પેઠે મનુષ્યાને ઉપકાર કરે છે. દરેક કાર્ય કરવામાં લાભ અને અલાભ શે। સમાયા છે તે વૃદ્ધ પુરૂષાની સેવાથી જાણવા મળે છે. વકીલની પરીક્ષામાં પાસ થતાં પણ જેમ અન્ય વકીલ પાસે રહી ધંધાના અનુભવ મેળવવા પડે છે તેમ દરેક વિધામાં હુંશિયાર થએલાને પણ તે તે કાર્યોંમાં પરિપત્ર બુદ્ધિવાળા વૃદ્ધ પુરૂષાની સેવા કરવી પડે છે. જે કાર્યને જે પુરૂષા કરે છે તેઓ તે કાર્યના અનુભવી ગણુાય છે, તેથી તે તે કાર્યના તે વૃદ્ધ ગણાય છે. ચારિત્રની ખાખનમાં પણ જેણે નાનપૂર્વક ચારિત્ર લેઈ પાળ્યું હાય છે, તેને દ્રવ્ય, ક્ષેત્ર, કાળ અને ભાવ પ્રમાણે ચારિત્ર સબંધી પરિપકવ બુદ્ધિ ઉત્પન્ન થાય છે, તેથી તે ચારિત્રમાં વૃદ્ધ પુરૂષ ગણાય છે. ચારિત્ર સંબધી અનેક પુસ્તકો વાંચીને પણ તેવા પુરૂષોની સેવા કરવાથીજ, પૂર્ણ અનુભવ મળે છે. દરેક બાબતામાં વૃદ્ધની સેવા કરનાર વિજયવંતનીવડે છે, તેથી વૃદ્ધાનુગ પુરૂષ અનેક ગુણાને ધારણ કરવા સમર્થ થાય છે અને તેથી તે ધર્મરત્નને યાગ્ય અને છે.
For Private And Personal Use Only