________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
શ્રાવક ધર્મ સ્વરૂપ,
૩૧૭
દૃષ્ટિથી સત્યનું ગ્રહણ કરે છે, મ્હારૂં તે સાચુ' એવી માન્યતા ધારણુ કરતા નથી પણ તાજું તે દ્દારું એવી માન્યતાને ધારણ કરે છે. અને ધર્મ સંબંધી ભિન્ન ભિન્ન માન્યતાઓ સાંભળવામાં આવે પણ તેથી એકદમ કોઈની નિન્દા કરવા એસી જતા નથી, તેમજ કોઈની માન્યતા સંબંધી વિચાર સાંભળીને તેના પર દ્વેષ કરતા નથી, તેથી તેની મુખાકૃતિ પણુ શાન્ત દેખાય છે અને તેનું વચન પણ નિષ્પક્ષપાતપણાથી સર્વને અસર કરે છે. માધ્યસ્થ દૃષ્ટિથી તેના હૃદયમાં સત્ય વિવેક સ્ફુરી આવે છે અને તેથી તે ન્યાયમુદ્ધિથી યુક્તિપુ રઃસર સ્વતન્ત્ર વિચારાને દર્શાવી શકે છે. માધ્યસ્થ દૃષ્ટિવાળા પુરૂષ દરેક ધર્મમાં જે જે અંશે સત્ય રહ્યું હાય છે, તે જેવા શક્તિમાન થાય છે. માધ્યસ્થ દૃષ્ટિથી રાગદ્વેષના પક્ષમાં પતન થતું નથી, પણ સત્યના સન્મુખ ગમન થાય છે. માધ્યસ્થ દૃષ્ટિવાળા સત્યને શીઘ્ર ગ્રહણ કરી શકે છે. જ્યારે ત્યારે પણ માધ્યસ્થદષ્ટિ પ્રાપ્ત કર્યા વિના સમ્યકત્વ રત્નની પ્રાપ્તિ થતી નથી; કેટલીક વખત પ્રથમથી કાઇના પર દ્વેષ બંધાઈ જાય છે તે તેમાં રહેલા ગુણા પણ અવગુણા તરીકે ભાસે છે. કેટલીક વખત કોઈના ઉપર એકાન્ત રાગ બંધાઈ જાય છે તે તેના દુર્ગુણ્ણા પણુ ગુજુ તરીકે ભાસે છે અને તેથી માધ્યસ્થ દૃષ્ટિથી જે દેખવાનું હાય છે અને તેથી જે પદાર્થના નિશ્ચય થાય છે તેની ગંધ પણુ અનુભવમાં આવતી નથી. અમુક મારા કૂળની માન્યતા ખરી છે આવા તે માન્યતા ઉપર પ્રથમથીજ એકાતે રાગ થવાથી તેના કરતાં અન્ય ઉચ્ચ માન્યતાએ કોઈ જણાવે છે તેા તેના પર રૂચિ પેદા થતી નથી. પ્રથમથીજ અમુક વ્યક્તિપર રાગ બંધાઈ જાય છે તેા પશ્ચાત્ અનેક સુપ્રમાણેા આપવામાં આવે તેપણ અન્ય વસ્તુની પ્રિયતા ભાસતી નથી. રાગદષ્ટિથી કાઈ પણ પદ્માર્થ જોતાં તેમાં વસ્તુતઃ જેવા ધર્મ રહ્યા છે તેને! જણાતા નથી, માટે મનુષ્યોએ રાગ અને દ્વેષ વિનાની માધ્યસ્થ દૃષ્ટિથી સર્વે ખાખતને વિચાર કરવા. રાગ અને દ્વેષ વિનાની દૃષ્ટિથી વિચાર કરતાં મુખની આકૃતિ શાન્ત રહે છે, હૃદય પણ શાન્ત રહે છે અને વિવેકના પ્રકાશ વધતા જાય છે. જગતમાં માધ્યસ્થ દૃષ્ટિવાળા પુરૂષ સર્વના સમધમાં આવે છે અને સર્વે લેાકેાના મન પર તે સારી અસર કરી શકે છે. જગન્ધ્યવહારમાં તે ઉચ્ચ દૃષ્ટિવાળા બને છે અને તેથી તે શ્રાવક ધ ર્મને ચેગ્ય થાય છે, માટે ભવ્ય મનુષ્યાએ માધ્યસ્થ દૃષ્ટિ અને સામ્ય ગુણને હ્રદયમાં ખીલવવા સદાકાળ પ્રયત્ન કરવા. આવા પુરૂષ ગુણાનુરાગ ગુણુ ખીલવવા અધિકારી બને છે, માટે માધ્યસ્થ ગુણુ કહ્યા બાદ. ગુણાનુરાગ ગુણુ કહે છે.
For Private And Personal Use Only