________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
श्रावकधर्म.
શ્રાવક નામ માત્રમાં પણ કેટલું રહસ્ય છે? શ્રાવક નામ ધરાવનારમાં વ્યાવહારિક અને નીતિના કયા કયા ગુણે અવશ્ય હોવા જોઈએ? મુખ્ય આચારા કયા છે ? તે આ લઘુગ્રન્થ મારફતે દરેક શ્રાવકે સદા યાદ રાખવાની જરૂર છે.
શાસ્ત્રકારો કહે છે કે જે શ્રાવકને સાધુ દશા પ્રાપ્ત કરવાની અહ ર્નિશ ભાવના થતી નથી, તેણે શ્રાવકપણું પ્રાપ્ત કર્યું છે એમ કહી શકાય જ નહી. શ્રાવકધર્મ જાણ્યા વિના અને જાણી આચારમાં મૂક્યા વિના શ્રાવકપણું તો શું પણ મનુષ્યપણું પણ નિરર્થક છે, માટે શ્રાવક કુળમાં જન્મી પિતાનું સ્વરૂપ ભુલી જંજાળમાં પડતાં બચવા માટે દેવેદ્રસૂરિ રચિત શ્રીધર્મરત્ન પ્રકરણ ગ્રન્થમાં વિસ્તારથી વર્ણવેલ શ્રાવકસ્વરૂપના એકવીશ:ગુણ કંઠસ્થ રહે તે માટે તે ઉપર ટુંકમાં વિવેચન કરવામાં આવ્યું છે.
ધર્મના અર્થી શ્રાવકોએ (મનુષ્ય મા) વધુ નહી તે એકે એક ગુણને અવશ્ય પ્રાપ્ત કરવા પ્રયત્ન કરે જઈએ. શુદ્ધ ભૂમિકામાં ચિતરવા ધારેલ ચિત્ર શુદ્ધ અને પવિત્ર થાય છે, તે માટે અધિકાર પ્રમાણે ગુણો અવશ્ય મેળવવા જોઇએ.
કદાચ દરેક ગુણ ન પ્રાપ્ત થઈ શકે તો શેડ કે અમુક પ્રમાણમાં પ્રાપ્ત થયા હોય કે થતા હોય તો તે કોઈ રીતે નુકશાનકારક નથી, પણ આ ગ્રન્થમાં જણાવેલા ગુણોથી વિપરીત વર્તન થવું યા કરવું, એ તો શ્રાવકપણને ઘટતું નથી એમ પ્રત્યેકે સમજવું.
શ્રી રાજઃ રૂ.
For Private And Personal Use Only