________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ગુણાનુરાગ.
૨૮૧
પામતાં) પરોપકારનો ગુણ સ્વભાવે ખીલે છે, પણ કામની ઈચ્છાથી તે કામી અત્યંત ગણાય છે. આ ભવમાં જે ચારિત્ર પાળવાને વિશેષ અ
ભ્યાસ હાય, ચારિત્ર ઉપર વિશેષ રાગ હોય, તો પરભવમાં તે પુરૂષને ચારિત્ર ત્વરિત પ્રાપ્ત થાય છે. કોઇ મનુષ્યને આ ભવમાં સાધુ થવાને વિશેષ ગુણાનુરાગ હોય છે તે પરભવમાં સાધુ થવાની તીવ્રછા ધરાવે છે અને તે સાધુ થઈ શકે છે. જે આ ભવમાં સમ્યકત્વધર્મ ઉપર વિશેષતઃ ગુણાનુરાગ હોય છે તે પરભવમાં તેને સમ્યક્ત્વગુણ વિશેષતઃ પ્રાપ્ત થાય છે. જે આ ભવમાં જૈન સાધુ ઉપર અરૂચિ થાય છે તો પરભવમાં સાધુ ઉપર અરૂચિ ઉત્પન્ન થાય છે. જે આ ભવમાં દેવની પ્રતિમા ઉપર દેષ થાય છે, તે પરભવમાં દેશના અભ્યાસથી પ્રતિમા (મૂર્તિ ) ઉપર દેષ થાય છે; પ્રતિમાનું ખંડન કસ્તાની બુદ્ધિ ઉત્પન્ન થાય છે. આ ભવમાં અનેક પ્રશ્નરના મનુષ્યમાં ભિન્ન ભિન્ન ગુણ દેખવામાં આવે છે, તેનું કારણ તેઓએ પૂર્વ ભવમાં તે તે સદ્દગુણેને વિશેષતઃ અનુરાગ કરી તે તે ગુણેને સેવેલા હોવા જોઇએ. આ ઉપરથી સિદ્ધ થાય છે કે ભવ્યાભાઓએ સદ્ગુણનો વિશેષતઃ રાગ કરવો જોઈએ. દેવ, ગુરૂ, ધર્મ, જ્ઞાન, દર્શન, ચારિત્ર, ધ્યાન અને સમાધિ આદિગુણો ઉપર તીવ્ર ગુણાનુરાગ કર, કે જેથી પરભવમાં તે ગુણે વિશેષતઃ ખીલી શકે. અંતે સંપૂર્ણપણે ખીલતાં પરમાત્મપદ પ્રાપ્ત થાય. ગુણું પણ પરદેષ વદતાં છતાં નિર્માલ્ય ગણાય છે. जो जंपइ परदोसे, गुणसमयभरिओवि मच्छरभरेणं; सो विउसाणमसारो, पलाल पुंजठन पडिभाइ. ॥९॥
ભાવાર્થ- કડો ગુણથી ભરેલો એ પણ કોઈ મનુષ્ય ઈર્ષાભરથી પારકાના દેશે બોલે તો તે આટલો બધો ઉચ્ચ છતાં પણ પંડિત ગુણી પુરૂષમાં અસાર લાલપુંજની પેઠે શોભે છે.
આ ઉપરથી સિદ્ધ થાય છે કે પરની અંદર છતા વા અછતા દેને બોલવાથી હલકાઈ પ્રાપ્ત થાય છે, પણ કંઈ આભલાભ થતું નથી. જ્ઞાનિ પુરૂષો કહે છે કે પોતે લાખ ગુણથી ભર્યો હોય, તોપણ જે પારકાના દેષ બોલવાની ટેવ ન ગઈ તો તે સર્પની પેઠે ભયંકર લાગે છે, પલાલ. પંજની પેઠે અસાર લાગે છે. મનુષ્ય સર્વ અંગે સુંદર હોય પણ જે નાકે ચાહું હોય છે તે તે ખરાબ લાગે છે. તેવી જ રીતે ગમે તે જ્ઞાની હેય, પતિ
For Private And Personal Use Only