________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૨૫૮
વચનામૃત.
નમાં કહી સંભળાવ્યું તે આ પ્રમાણે હતું. ગુર્જર ભૂમિના પશ્ચિમ કિનારા ઉપર એક નાનું ગામ છે. એના ઉત્તર તીરેથી સમુદ્ર પ્રારંભાય છે. સમુદ્ર જળક્ષારના વિભાગ એ ભૂમિમાં કંઇક અધિકતર હેાવાથી બરાબર તે ગામમાં અનાજ વગેરે પાકતું નહતું, પરંતુ સામાન્ય ગરીબ માણુસા અનાજ પકવતા અને પોતાના નિર્વાહ ચલાવતા. ઠેઠ સમુદ્ર તટની લગભગ એક ખેતર હતું ત્યાં એક ખેડુત બહુ વાર ખેતી પકવતા, પણ તેમાં કાંષ મનમાન્યું અનાજ ઉત્પન્ન થતું નહીં. મૂળ બાપદાદાનું ખેતર એટલે આ બિચારા ખેડુતથી તેને તાતું પણ નહિ, તેમ તેમાં અનાજ પણ બહુ પાકતું નહીં એટલા માટે વખતા વખત બહુ નિરાશ થતે હતા. આવી રીતે એણે ઘણાં વર્ષોં વ્યતીત કયા, છેવટે વૃદ્ધાવસ્થા પણ આવી પહેાંચી. તેમ લાકડી શિવાય ચાલવાને પણ જરા અશક્તિ આવી પહેાંચી, વર્ષાઋતુનાં જળ વર્ષાવતાં વાદળ પશુ બંધ થયાં. આકાશ નિર્મળ જણાવા લાગ્યું. પથિકાના માર્ગો ખુલવા લાગ્યા. ઇંદ્ર ધનુષ્ય જાણે ઇંદ્ર દેવે પાછું ખેં'ચી લીધું હાયની ! મેધ પણ પાતાની વિજય દુંદુભી વગાડતા જાણે કઇ દિશામાં ઉતરી પડયા ? વર્ષાવટી શરા પ્રારંભ થયા. ખેતરમાં બાજરીનું વાવેતર હતું તેના પશુ પાક થયા. વચ્ચે માળા બાંધી આ ખેડુત હંમેશાં પંખીઓને ઢાવા (ઉડાડવા) સારૂ આવતા હતા. કેટલીક સમુદ્ર કાંઠાની કાંકરીઓ લાવી ગલેાલમાં રાખી એ પંખીઓને ઉડાડતા. વખતે સુતરની લાંબી વણી કાઢેલી ગલેાલમાં મોટા પાશેર ભારના કાંકરા લઇને પણ એ ખેતરને ટાતા હતા. આવા દિવસેામાં એક દિવસ ખેડુત સવારમાં ખેતરમાં આવ્યાં. ચારે તરફ્ દૃષ્ટિ કરી વિચાર કરે છે તા તેને એકદમ અક્સાસ થઈ આવ્યા, કારણ કે અનાજના પાક જોતાં એને માલુમ પડી આવ્યું કે એણુની સાલ અનાજ દશમણુ પશુ પાકી શકે તેમ નથી; હવે બાર માસ કેવી રીતે નિર્વાહ કરવા ! પણ એટલા દાણા લઇ તા લેવા એવું નક્કી કરી દીલગીરી છતાં પણ કેટલાક પત્થર લેવા સારૂ સમુદ્ર કાંઠે ગયા તે આજે એને એક આશ્ચર્ય દેખાયું.
કેટલાક ચળકતા પત્થરની એક નાની સરખી ઢગલી જોઇ તેણે વિચાર્યું કે આખા જન્મારામાં મ્હેં આવા પત્થર જોયા નથી અને આજે કયાંથી ડી આવ્યા ? હાય ! સમુદ્ર કિનારે આવા અનેક જાતના પત્થર હાય ! પણ આપણે તે તે ઉઠાવી લેવા જોઇએ અને આજને માટે ગલેાલમાં તથા ગાણુમાં નાંખવાના પત્થર પૂરતા મળી આવ્યા. ઠીક કહી આશરે કેટલાક પત્થરની ક્રાંટ ભરી ખેતરમાં ચાલ્યે. માળા પર ચડી લલકારા બંધ શબ્દોના હોકારા કરતા ગાણુમાં પત્થર ફેંકવા લાગ્યા ને છેવટે સર્વ પત્થર સમુદ્ર ભણી ફેંક્યા, તે સર્વે સમુદ્રમાં જઇ પડ્યા.
For Private And Personal Use Only