________________
Shri Mahavir Jain Aradhana Kendra
૨૫૦
www.kobatirth.org
વચનામૃત.
શકાતું નથી. દરેક બાબતના વિચાર કરે. પોતાની અક્કલ ધરાણે મૂકીને અન્યની અક્કલના દોરાયા ચાલીને પશુ સમાન ન ખતા. તમારી અક્કલ કોઇ પણ પ્રકારે કોઇ વસ્તુના નિશ્ચય કરવા સમર્થ ન થાય ત્યારે તમે નાની ગીતાર્થેના વચનપર વિશ્વાસ રાખા પણુ સામાન્ય અક્કલવાળા કંઇ કહે તે ઉપર એકદમ અભિપ્રાય બાંધશેા નહિ. કાઇ પણ બાબતને અભિપ્રાય બાંધતાં પહેલાં ચારે બાજુએથી તપાસ કરશેા. મુદ્દત લંબાવશેા. ધીરજ રાખશેા પણ એકદમ મનમાં આવે તે પ્રમાણે કરી દેશે નહિ. પરીક્ષાપૂર્વક તત્ત્વને ગ્રહણ કરશેા. ૧૪. કાઇ પણ મનુષ્ય સંબંધી અભિપ્રાય બાંધતાં પૂર્વે પૂર્ણ વિચાર કરશેા. અધુરાને કાઇ પણ ભાખતના અભિપ્રાય આપવાને હક્ક નથી. અધુરાને પરીક્ષાના હક્ક નથી. અધુરાની દૃષ્ટિ અધુરી હાય છે તેથી તે કોઇ પણ બાબતનું પૂર્ણ સ્વરૂપ વિલોકી શકતા નથી. અધુરાની પણ પરીક્ષા કરવી તે પણ વિચારવા ચેાગ્ય છે.
૧૫. દ્વારા મૂર્ખ, કલેશી અને અવિનયી શિષ્યા કરતાં નાની સદ્ગુણી અને વિનયી એક શિષ્ય સારા. શિષ્યના ધર્મ સમજ્યા વિના શિષ્ય થવાના અધિકાર નથી. શિષ્યને ધર્મ સમજ્યા વિના શિષ્ય થવું તે એક ગુન્હા છે. ગુરૂના ધર્મ સમજ્યા વિના ગુરૂ થવું તે પણ એક જાતના ગુન્હા છે.
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૬. કોઇ પણ પદવી યાગ્ય લેતાં પહેલાં તેના ગુણે પ્રાપ્ત કરવા જોઇએ. પઢવીને પ્રાપ્ત કરીને મકલાશે! નહિ કિન્તુ સ્વપરની ઉન્નતિ કરવામાં પ્રવૃત્તિ કરેા. ઇર્ષ્યાએ અવનતિનું મૂળ છે. જે મનુષ્ય અન્યને ખાડામાં
પાડવા પ્રપંચો રચે છે તે પાતાને હાથે મશાણુ અને ધારને બનાવે છે. ૧૭. પેાતાની નિન્દા અને સ્તુતિ તરફ્ મ્હેરા બનશો. તમારૂં સ્વર્ગ તમારા
આત્મામાં છે અને નરક પણુ તમારા આત્મામાં છે મતલબ કે તમારા આત્મા ઉચ્ચ થશે તેા સ્વર્ગમાં જશે અને તમારા આત્મા દુર્ગુણોથી નીચ બનશે તા નરકમાં જશેા.
૧૮. લક્ષ્મીમંતાને લક્ષ્મીથી માન મળતું નથી પણ લક્ષ્મીના ત્યાગથી માન મળે છે. કાઇ પણ સ્થાનમાં લક્ષ્મી વાપર્યાં વિના અથવા વાપરશે એવું જાણ્યા વિના લક્ષ્મીમન્તને કાઈ માન આપતું નથી. ખરી લક્ષ્મી તમારા આત્મામાં છે અને જૂઠી લક્ષ્મી તમારી આંખ આગળ છે. જૂડી લક્ષ્મીના દાસ બનવા માટે મનુષ્યજન્મ નથી પણ ખરી લક્ષ્મીના સ્વામી બનવા માટે મનુષ્યજન્મ છે.
For Private And Personal Use Only