________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
વચનામૃત.
૨૦૮
પપપપપપપપપપપપwww
ww wwww
મિથ્યા ધર્મમાં સપડાઈ જાય છે. બાલ્યાવસ્થાથી ધાર્મિક કેળવણું આપવામાં
આવે તે સદગુણોથી મનુષ્ય ઉચ્ચ બની શકે. આપણું ધર્મગુરૂઓ જે દયા આદિ સદ્ગુણોને ગામેગામ ફરી ઉપદેશ આપે તો દેશમાં થતાં મારામારી, કલેશ, અને ઘેર વગેરેને જડમૂળથી નાશ થઈ જાય. જે દેશમાં ધર્મને જુસ્સે નથી તે દેશમાં અંતે શાન્તિ રહેતી નથી. ધર્મભેદના લીધે દરેક ધર્મના આચાર્યોએ મોટા કલેશ ન કરવા જોઈએ. જે ધર્મની વૃદ્ધિ તરવારના ઘાથી થઈ છે તે ધર્મને વહેલો અસ્ત થનાર છે, જે ધર્મમાં શાંતિના સિદ્ધાંતો ભરપુર છે તે જ અંતે સ્થાયી રહેશે. હિંદુસ્તાનના વિદ્યાર્થીઓને ધાર્મિક કેળવણી આપવામાં આવે તો તેઓનાં મન શાંત થાય. ગૃહસ્થા શ્રમમાં વા સાધુ અવસ્થામાં રહીને આત્માના સગુણે ખીલવવી જોઈએ. જગતમાં ભલું કરનારનું ભલું થાય છે. અને બુરું કરનારનું બુરું થાય છે. હિંદુસ્તાનમાં જે જે રાજાઓ સદ્ગણું થયા, ધ થયા, તેઓને સર્વ લોકો ધન્યવાદ આપે છે. મનુષ્યની જીદગી ક્ષણિક છે. રાજ્યઋદ્ધિ અસ્થિર છે. અંતે પરભવ જતાં પુણ્ય અને પાપ સાથે આવે છે. - સારા વિચારનો બદલો સારો મળે છે અને નઠારા વિચારને બદલો નઠારો મળે છે. મનુષ્યોએ આવતા ભવમાં સુખને માટે ધર્મ કરવો જોઈએ. ધર્મનો જુસ્સો જેના હૃદયમાં નથી તે મનુષ્ય કદી દુનિઆનું ભલું કરી શકનાર નથી. રાજાઓ કરતાં મહાત્માઓ, સાધુઓ જગતમાં વિશેષ પૂજ્ય ગણાય છે. તેનું કારણ એ છે કે તેઓ ધર્મમાં જ પિતાનું જીવન ગાળે છે, તેથી જ તેઓ રાજાના પણ રાજાઓ કહેવાય છે. નાસ્તિકના વિચારોથી કેટલાક વ્યસનમાં મગ્ન થઈ લક્ષ્મીને તથા તનને ધુમાડો કરે છે. તેવા મનુષ્યોના જન્મથી દુનિયાને કંઈ પણ ફાયદો થતો નથી. દુનિઆમાં જન્મીને જેણે મનુષ્યના તથા પ્રાણીઓના ભલા માટે તન, મન અને ધનથી ઉધમ કર્યો છે, તેને જન્મ ખરેખર સફળ છે. મનુષ્ય પોતાના નિર્મળ સદાચરણ વિના બોલીને કરી શકતું નથી. યોગિયો બોલ્યા વિના પણ હજાર મનુષ્યોને બેધ આપે છે અને સારાં આચરણવિના વક્તાઓ નાટકીયાની પેઠે અસર કરી શકતા નથી. જે સાધુ પોતે કંચન અને સ્ત્રીનો ત્યાગ કરે છે તેજ ખરેખર સાધુ કહેવાય છે. તેમજ ગૃહસ્થ પણ દયા, દાન, પ્રભુ ભક્તિ, અને બોધશ્રવણુ વગેરે સદગુણો ધારણ કરે તે ખરે ગૃહસ્થ કહેવાય છે. ગૃહસ્થ ગૃહસ્થના ધર્મ પ્રમાણે વર્તવું અને ત્યાગીઓએ ત્યાગીના ધર્મ પ્રમાણે વર્તવું જોઈએ. આત્માના કલ્યાણ માટે સદગુરૂઓનું સેવન કરવું જોઈએ. રામચરિત્ર અને પાંડવ ચરિત્ર પણ સારા અને ખોટા પુરૂષોના વિભાગ દેખાડે છે. ધર્મનાં
For Private And Personal Use Only