________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
વચનામૃત.
૨૦૭
માંસ અને દારૂપાન કરવાથી આત્મા પાપકર્મથી મલિન બને છે. જૈનધર્મ દરમાવે છે કે જે રાજ માંસભક્ષણુ અને દારૂપાત કરતા નથી તેઓ પ્રજાને પણ સુધારી શકે છે. દારૂપાનમાં મસ્ત બની ગએલા ઠાકારા, રાજાએ પોતાની બુદ્ધિને સુધારી શકતાનથી. જે જે જૈનધર્મી, સૂર્યવંશી વા ચંદ્રવંશી વા ગમે તે વંશના સંપ્રતિનૃપ અને કુમારપાળ વગેરે રાજાએ થઇ ગયા તેઓએ પેાતાની બુદ્ધિ સુધારીને પ્રજાની ઉન્નતિ સારી રીતે કરેલી છે. રાજા, ઠાકાર, શેઠ વા બાદશાહ ગમે હાય પણ જે પેાતાનાં આચરણુ ઉત્તમ રાખી શકતા નથી, તે કાઇ પણુ રીતે જગતનું કલ્યાણ કરવા સમર્થ થતા નથી. જે જે પુરૂષા આચાર વિચારથી ઉત્તમ રહે છે તેજ જગતમાં અન્ય ઉપર સારી અસર કરી શકે છે. હિંદુસ્તાના મનુષ્યા આર્ય ગણાય છે તેનું કારણ એ છે કે હિંદુસ્તાનમાં શ્રીતીર્થંકરો અને મોટા મેટા મુનિવરા ઉત્પન્ન થયા છે. હાલ આર્ય દેશના મનુષ્યા આર્યંના ગુણા છેડીને હિંસા, દારૂપાન, નાસ્તિકતા વગેરે અનાર્યાંના દાષાને અંગીકાર કરે છે ત્યારે હવે આ આર્યંને અનાર્ય કેમ ન કહી શકાય! પાશ્ચિમાય યુરોપ વગેરે દેશના રહેવાશીઓ માંસાહાર અને દારૂપાનને ત્યાગ કરવા લાગ્યા છે ત્યારે આર્યાં ઉલટા અનાર્ય થતા જાય છે. પરદેશીમાં જે જે સુસંપ, પ્રેમ, ભાતૃભાવ, ઉદ્યમ વગેરે ગુણા છે તેનું ગ્રહણ કરવું જોઇએ. પશુ તેવા ગુણાનું અનુકરણ ન કરતાં તેમના જેવા વેશ પહેરવેા, ખ્રીસ્તી થઇ જવું, તેમનાં સર્વે આચરણુ સારાં છે એમ અંધપણાથી માની પોતાના ધર્મના આચારા અને વિચારાને જે દેશવટા આપે છે તે અનેકધા પાપકર્મ ગ્રહણ કરે છે.
હિંદુસ્તાન ધર્મને માટે પ્રખ્યાત છે. હિંદુસ્તાનમાં જૈન ધર્મ યાની લાગણીથી પૂર્વે અત્યંત શાંતિ પાચરી હતી અને હાલ પણ પાથરે છે. જૈન સાધુઓ ગામેગામ કરીને કોઇ જીવાને મારવા નહિ એવા યાના ઉપદેશ આપે છે. જે મનુષ્ય કીડી અને પશુ પંખીઓને મારવા માટે તૈયાર થાય છે તે મનુષ્યાને પશુ મારી નાખે તેમાં શું આશ્ચર્ય ! જૈન ધર્મ પાળનારાઓમાં આવી ઉત્તમ દશા હાવાને લીધે તેઓ દેશ પરદેશના મનુષ્યેામાં પશુ પંખી વગેરે પ્રાણી માત્રમાં ભેદ રાખ્યા સિવાય દયાની લાગણીથી સર્વ જીવાનું ભલું વાંચ્યું છે. જ્યારે આવી દયા હૈાય છે ત્યારે રાજવિરૂદ્ધ પ્રજા કેમ ચાલી શકે? રાજા અને પ્રજા એક બીજાનુ બુરું કેમ કરી શકે? ખરેખર જૈન ધર્મ, ગતના સર્વે મનુષ્યા માટે છે. જૈન ધર્મમાં ન્યાત જાતના ભેદ્દ નથી. નીતિના સર્વ ગુણાના સમાવેશ જૈન ધર્મમાં થાય છે. હિંદુ ધર્મમાં પણ તુલસીદાસ વગેરે ભતા યાને માટે ઉચ્ચ વિચારો ધરાવે છે અને કહે છે કે
For Private And Personal Use Only