________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૨૦૦
વચનામૃત.
વાદળાં વિઘ્નરૂપ નીવડે છે, તેમ આ કર્મ પુદ્ગલેા આત્માના જ્ઞાનપ્રકાશને પ્રકટ કરવામાં બાધ કરે છે. પશુ વાદળ નાશ પામતાં સૂર્ય દેખાય છે, તેમ આ જ્ઞાનને આવરણ કરનારાં કર્મ પુદ્ગલાને ક્ષયાપશમ થતાં આત્માનું અવરાયેલું જ્ઞાન પ્રકાશમાં આવે છે, અને તેના બળ વડેજ માણુસ આ જગના પદાર્થોનું જ્ઞાન મેળવી શકે છે. જેમ જેમ તે કર્મ પુદ્ગલેને વધારે ક્ષયાપશમ, તેમ તેમ વિશેષ જ્ઞાન પ્રકટતું જાય છે. અને જ્યારે જ્ઞાનને આવરણ કરનારાં સર્વે કર્મ પુદ્ગલા ક્ષય પામે છે, ત્યારે કેવળજ્ઞાન પ્રાપ્ત થાય છે. માટે જ્ઞાનીની શક્તિને આધાર કર્મના ક્ષયાપશમ ઉપર રહેલા છે. નાનીની શક્તિએ સ્વર્ગ, મૃત્યુ અને પાતાળ, તેમજ ઉર્ધ્વતા અધઃ અને તીર્થ્ય લેાકમાં સુવિદિત છે. તેમને જણાવવાને ઢાલ વગાડવાની જરૂર પડતી નથી. તેઓ પોતાની મેળેજ પ્રકાશ પામે છે, અને તે જ્ઞાનવર્ડ મનુષ્ય નિરંતર સુખસાગરમાં ન્હાય છે. જ્ઞાની પુરૂષ નિરંતર આનંદમાં રહે છે. અજ્ઞાન એજ દુ:ખનું કારણ છે. તે નાનીની શક્તિ નિરંતર ઉત્તમ પ્રકારના વિચાર કરવામાં મગ્ન રહે છે. જાણનાર કાણુ અને જાણવા ચેાગ્ય પદાર્થ શું છે, એટલે ચેતન અને જડના વિચાર કરવામાંજ જ્ઞાનીની શકિત વપરાય છે. પ્રારબ્ધ કર્મવશાત્ આવી પડેલાં કાર્યો જ્ઞાની પણ કરે, છતાં તેનું સાધ્યબિન્દુ નિરંતર ચેતન અને જડનેા વિવેક કરી ચેતનની સાથે પેાતાની એકતા કરવાનું છે તે એકતા તેા છે, પણ તેને અનુભવવામાં તે નિરંતર મચ્ચેા રહે છે.
કોઇ પણુ પ્રકારનું જ્ઞાન તે શ્રુતજ્ઞાન એવે સામાન્ય અર્થ થાય છે. પણ ધર્મ તે શબ્દ મુખ્યત્વે કરીને ધર્મશાસ્ત્રાને લાગુ પડે છે, તે ધર્મશાએમાં લખેલી વાણીનું નિરંતર સેવન કરવું, હૃદયમાં તેનું રન કરવું, અને તે વાણીમાં વર્ણવેલા મેધ પ્રમાણે આચરણુ રાખવાં. જ્ઞાની પુરૂષાએ તે વાણીમાં પેાતાના અનુભવ દર્શાયેા છે. માટે તેનું મનન આપણને અનુભવ રૂપ સુખ આપે છે. અનુભવીઓને કેવું સુખ થતું હશે, તેના તે અનુભવ લીધા વિના, શાસ્ત્રવચનને લીધે, આપણને સહજમાં ખ્યાલ આવે છે. તે શ્રુતવાણીરૂપી સરસ્વતી સર્વ પ્રકારની ભ્રાન્તિ—સંશયેા છેદી નાંખી વસ્તુનું યથાર્થ સ્વરૂપ આપણી સન્મુખ રજુ કરે છે; અને અજ્ઞાન એજ ઉપર જણાવ્યા પ્રમાણે દુઃખનું કારણુ હાવાથી અજ્ઞાન દૂર થતાં દુઃખ પણુ દૂર નાશે છે, એમ ગ્રન્થ કર્તા ખુલ્લા શબ્દોમાં જણાવે છે.
આત્મ શક્તિની સેવા સુખડાં સહુ કરનારી, આત્મશક્તિની સેવા દુ:ખડાં સહુ હરનારી,
For Private And Personal Use Only