________________
Shri Mahavir Jain Aradhana Kendra
૧૬૦
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
વચનામૃત.
સત્તરસે છપ્પનના માધ શુદી દશમીના દીવસે જિનહષઁ પડિત સત્યવિજય નિર્વાણુ બનાવ્યું. જિનહર્ષ પણ પન્યાસના સમકાલીન છે. સત્યવિજયને ગુરૂ કહી ખેાલાવે છે તેથી તે પણ તેમના રાગી સિદ્ધ થાય છે. પૂર્ણ રાગ વિના નિર્વાણુ કેમ બનાવે.
શ્રી સત્યવિજયજીના ચારિત્રની વિશેષ હકીકત જાણવા માટે આગળ પાછળના ગ્રંથોની તથા રાસાની જરૂર છે. તેમણે સાધારણ જિનસ્તવનમાં બનાવ્યું છે તે અમદાવાદમાં ટહેલાના ઉપાશ્રયમાં છે. તે વિના પન્યાસજીએ ગુર્જર ભાષામાં અગર સંસ્કૃત ભાષામાં ગ્રંથ બનાવ્યેા હાય એમ જણાતું નથી. તપાગચ્છ સંવેગી વિજયની શાખામાં ક્રિયાદ્વાર કરનાર પ્રથમ આ પુરૂપ છે. એમ સ્પષ્ટ જણાઇ આવે છે. ખરતર, અંચળ વગેરે અન્ય ગમાં સત્યવિજયજીની પેઠે ક્રિયાહાર થયે! એમ વાંચવામાં આવ્યું નથી. તેનું કારણુ વિચારવા યાગ્ય છે. શ્રી સત્યવિજયજી પન્યાસના શિષ્યાના જીવનચરિત્ર યેાગ્ય લાગશે તેા યથા રૂચિમતિ નવરાશ પ્રસંગે લખવામાં આવશે.
परोपकार ( अद्भूत तत्व . )
परोपकाराय सतां विभूतयः
પરોપકાર માટે સત્ પુરૂષાની વિભૂતિયા છે.
અન્યના ઉપર ઉપકાર કરવાથી આત્મા ક્ષણે ક્ષણે ઉચ્ચ કોટિપર ચઢતા જાય છે. મેષ દૃષ્ટિની પેઠે ઉત્તમ પુરૂષો પરાપકાર કરે છે. પાપકાર કરવામાં જે જે વસ્તુ વાપરવામાં આવે છે તે પાછી મળે છે. મનુષ્યના જીવનમાં પાપકારજ મોટા ધર્મ છે. જે જે પ્રાતઃસ્મરણીય ઉત્તમ પુરૂષા થઇ ગયા તે સર્વ પરાપકાર ગુણુના લીધેજ, ભવ્યે! સમજશેા કે, પરાપકાર વિના તમારૂં શરીર ઉભુ રહી શકે નહીં. તમારૂં શરીર્ અન્યના પરાપકારના લીધેજ ઉભુ છે. પરસ્પરોપ્રદ નીવાનાં આ ઉત્તમ સૂત્ર સૂચવે છે કે, જીવાને પરસ્પર ઉપકાર છે. એક બીજાની સહાય વિના ચાલે તેમ નથી. મનુષ્ય બાલ્યાવસ્થામાં માતાપિતા પરાપકારથી ઉછરે છે પશ્ચાત્, વિદ્યાગુરૂ, કલાગુરૂ, ધર્મગુરૂ આદિના પાપકારમાં દખાએલા છે. મનુષ્ય અન્નાદિનું સેવન કરે છે, પણ જો તે અન્નાદિક ન હોય તે તેનું ગુજરાન શી રીતે ચાલી શકે ? કપાસ ન હેાત તા વસ્ત્ર શાનાં પહેરત, આ ઉપરથી સિદ્ધ થાય છેકે, દરેક આત્માને અન્યના આશ્રયની જરૂર છે, રાજાને પ્રજાના આશ્રયની જરૂર
For Private And Personal Use Only