________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
વચનામૃત.
૧૫૮
શિષ્ય હતા, તેમનું જીવન નિર્મળ ચારિત્રથી સફળ થયું. સારાંશ, તેમનું નામ સંવેગી વિજયશાખાના મુનિવરેમાં આધ
પુરૂષ તરીકે અમર થયું. તેમના શિષ્ય કપૂરવિજય થયા. શિથિલાચારમાં પડી ન રહેતાં નિર્મળ આચારને ધારણ કર્યો. તેને ધડ હાલ લેવા યોગ્ય છે. અપ્રમત્તદશાથી તેઓ ઘણું કરી શક્યા, તેમની વૈરાગ્ય દશા હૃદયમાં ધારણ કરવા યોગ્ય છે. ચૌદ વર્ષની ઉમરે દીક્ષા લીધી. સર્વ આયુષ્ય બહાસી વર્ષનું હતું, તે ઉપરથી સિદ્ધ થાય છે કે તેમણે અડસઠ વર્ષપર્યત સંયમ માર્ગનું પરિપાલન કર્યું. શ્રી વિજયસિંહ સરિએ કઈ સાલમાં દીક્ષા આપી તે નિર્વાણ ગ્રંથ ઉપરથી સિદ્ધ થતું નથી પણ ૧૭૨૮ ની સાલમાં પન્યાસપદ લીધું તે વખતમાં વિજયપ્રભ સુરીશ્વર હતા. ત્યારે સિદ્ધ થાય છે કે ૧૭૨૮ ની સાલ પહેલાં દીક્ષા લીધી હોય. દીક્ષાની સાલ અને મૃત્યુની સાલના અન્યરાસા વગેરેથી નિર્ણય કરવાનો બાકી રહે છે. આચાર્યોની પરંપરામાં ચારિત્ર માર્ગમાં સાધુઓ શિથિલ થાય છે ત્યારે ક્રિયે દ્ધાર થાય છે. શ્રી સત્યવિજયજીના પહેલાં શ્રી આનંદવિમલસૂરિએ પણ ક્રિોદ્ધાર કર્યો હતો. શ્રી સત્યવિજય નિર્વાણ જોતાં તેમણે ક્રિોદ્ધાર કર્યો તે વાત સાબીત થાય છે. સત્તરની સાલમાં ૧૭૩૮ કે ૩૮ સુધી શ્રી વિનયવિજયજી વિદ્યમાન હતા. તે પણ પન્યાસના સમકાલીન હતા. પણ વિનયવિજયજી ઉપાધ્યાયે ક્રિોદ્ધાર કર્યો નથી. એમ તેમના ગ્રંથોથી જણાઈ આવે છે. શ્રી સત્યવિજયજીના સમકાલીન શ્રી યશોવિજયજી થયા. તે શ્રી ઉપાધ્યાયજીએ ૧૭૪૫ ની સાલમાં ડભોઈ સ્વર્ગગમન કર્યું. તેમણે પણ દિયોદ્ધાર સંબધી કંઈ હકીકત જણાવી હોય એમ જણાતું નથી. પણ પન્યાસજીએ ક્રિદ્ધાર કર્યો એ વાત નિવવાદ સિદ્ધ થાય છે. તેમની ક્રિયદ્વારની ઈચછા તેમના સમકાલીન પંડિતેને માન્ય હતી કે નહિ તેને નિર્ણય કરે હજી બાકી રહે છે. રોગી માર્ગમાં શ્રી સત્યવિજયજી પ્રથમ થયા. તેમનાથી શિથિલાચાર નાશ પામ્યો. તે પણ આજ્ઞા તો આચાર્યની માનતા હતા. શ્રી સત્યવિજયજી પણ વિજયસિંહ સુરિ બાદ વિજયપ્રભ સુરિની આજ્ઞામાં હતા. નિર્વાણુના કર્તા શ્રી જિનહર્ષ મહા વિદ્વાન હતા. નિર્વાણ ગ્રંથની સાલ.
સત્યવિજય ગુરૂ ગાવતાંએ, થાએ હર્ષ અપાર; કર્યો ગુરૂએ સદાએ, શ્રી સંઘને જ્યકાર, સત્તર છમ્પન્ન વત્સરે એ, મહા શુદી દસમી પ્રમાણ નિર્વાણ પન્યાસને એ થયે, જિન હર્ષ સુજાણ,
For Private And Personal Use Only