________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
વચનામૃત.
૧૩૫
થાય છે, ત્યારે દુર્જનની દૃષ્ટિ જ્યાં જ્યાં પડે છે ત્યાં અપમંગળ કરે છે. સજ્જને દેવ સમાન છે અને દુર્જને દૈત્ય-રાક્ષસ સમાન છે. સજજનોની સંગતિ લાભ કરનાર થાય છે, ત્યારે દુર્જનોની સંગતિ દુઃખ કરનારી થાય છે, માટે સજ્જનેની સદાકાળ સંગતિ કરવી. શનિતઃ દમણ,
આ જગતમાં માને સુંદર રૂપ, મીઠા શબ્દો, મીઠા રસ, મનહર સુગંધ અને સ્પર્શના સુખમાં મોહ પામી ભવજાળમાં ફસી પડે છે. વાસના ઘણુ શેખ અને ઉપદ્રવનું મૂળ છે.
એ એક સમય છે કે તે પ્રાપ્ત થયા બાદ કોઈની સાથે કોઈનો મેળાપ થતો નથી, કોઈ પાછું આવતું નથી. સર્વ ઉપર પતનકાળ ક્રિયા વર્તે છે. મૃત્યુ સર્વને વશ કરે છે. પરંતુ કોઈ મૃત્યુને વશ કરી શકતું નથી. આત્મજ્ઞાનિ મૃત્યુને જીતે છે.
સંસારમાં માયાના સંગથી ઉદ્દભવેલી વિચિત્ર વાસનાઓથી જીવ સ્વસ્વરૂપ ભૂલી માયાના પાશમાં મૃગવત ફસાયો, અને જરાવસ્થા આવી તેપણ કંઈ ચેતી શકતો નથી. અહે! જીવની કેટલી અજ્ઞાનતા! મનમાં જરા વિચારો કે, આ દેહ અત્યારે ગમે તે રૂપાળો અને સુંદર લાગે છે, પણ તે કાળે કરીને બળરહીત તથા વિરૂપ તે થવાને જ. અત્યારે આ બધી ઉપાધિનું મારે હવે શું પ્રયોજન છે? જ્યારે અંતે જરા આવવાની છે, ત્યારે ક્ષણિક વસ્તુ ઉપર પ્રેમ કરવો નકામો છે.
અજ્ઞાની મનુષ્ય, સ્ત્રી, પુત્ર, ધન, અને ઘરને મમતાથી પિતાનાં માને છે. પણ અંતે તે સર્વને છોડી વિનાશ પામવાનો જ. એ કેટલી ઘોર આપત્તિ !
મનુષ્ય પિતાના દેહનું ગમે તેટલું જતન કરે, તે પણ અંતે તેના દેહની રાખ થવાની જ.
જુઓ, વિચારે, ધારે પણ જ્યાં સુધી પ્રતિમાને દેખ્યો નથી, વિચાર્યો નથી, ધાર્યો નથી, ત્યાં સુધી મનુષ્ય જન્મની સાફલ્યતા થતી નથી.
મહિમા અતિભાને નિયંતા છે.
બીજ સઘળા મનુષ્યો ઉપર જય મેળવનાર કરતાં આત્મા ઉપર જય મેળવનાર ખરેખર વિથ છે.
માનસિક પાપનો ત્યાગ કર અને તારા મનથી સગુણી જીવન ગાળ. જે મનુષ્ય ક્રોધ કરવાના પ્રસંગે ક્રોધ કરે છે, તે પાપી છે. આપણને ધિક્કારનારને નહિ ધિક્કારીને આપણે સુખમાં રહીએ છીએ.
જે અન્યને મારે છે તેને માર ખાવો પડશે, જે બીજા તરફ ઈષ્પ બતાવે છે, તે બીજા તરફથી ઈર્ષ્યાજ જેશે.
For Private And Personal Use Only