________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
વચનામૃત.
૧૧૮
તે જણાવે છે તેની યોગ્યતા પિછાણું ઉત્તર આપી શકાય. નવીન પન્થની પ્રવૃત્તિનાં અનુમાનનું નિરાકરણ જે તેઓ તપાસીને કરે તે વિશેષ ઉચિત ગણાય. ત્રણ ફીકાઓ પણ, જે જેટલી મળતી બાબતે આવતી હોય તેટલામાં એક કરીને રહે તો આનન્દની વાત છે. જે જે બાબતોમાં વિરોધ આવતો હોય તે તે બાબતમાં પણ જાણું જોઈને કલેશની ઉદીરણું કરવી યોગ્ય નથી. એમ અમારા ઐક્યના વિચારે છે. પણ તેને અર્થ એ ન કરવો કે સિદ્ધાંતે વિરૂદ્ધ નવીન પંથની પ્રવૃત્તિ તથા તત્વ વિરૂદ્ધ પ્રરૂપણને પણ સત્ય માની લેઈ ઐક્ય કરવાના હિમાયતી થઈ જવું. હાલમાં તે પેથોની–
ગની તકરાર સમાવવાની જરૂર છે. તેમાં જ્યારે લેખકને ઉત્સાહ છે ત્યારે તેઓ આ બાબતને અનુભવ કરશે તે માલુમ પડશે કે નવીન વેષ-નવીન ક્રિયા એજ પંથને મૂળ હેતુ છે. વિચારોની વિશાળતા રાખવી, ભાતભાવ વધાર, સંપીને રહેવું તે તે સર્વેને માન્ય છે. પણ સિદ્ધાંતે વિરૂદ્ધ આચરણુ–ભૂલો હોય તે તે સુધારવી જોઈએ. જેનામાં જે જે અંશે ગુણો છે તેઓને તે તે અંશે અમો યોગ્ય માનીએ છીએ. લેખકને સંપભાવ પ્રશસ્ય છે, પણ નવીન પંથની થતી ઝાંખી પુષ્ટિની પ્રવૃત્તિ ઠીક નથી. કલેશની ચર્ચાઓનું સમાધાન રૂબરૂમાં લાવી શકાય માટે લેખકે રૂબરૂમાં મળવું. ધમધમા નહિ કરતાં પરના ભલામાં જે પ્રવૃત્તિ કરે છે તેને ધન્ય છે. હાલમાં હું વિહાર, અને ઉપદેશમાં ગુંથાયલે છું, સદગુણે માટે આત્મધ્યાનમાં રહેવું. વનમાળ રાખે.
जैनधर्मनी आस्तिकता. જે ધર્મનો પાયો આસ્તિતા ઉપર રચાયેલો છે. તે ધર્મના સ્વીકારથી મનુષ્યો ખરા સુખની કુંચી પ્રાપ્ત કરે છે. મન, વાણું અને શરીરને કેળવી આત્માની શુદ્ધ દશા પ્રાપ્ત કરી અનંત સુખ પ્રાપ્ત કરવું એજ ખરા ધર્મની ખૂબી છે. આત્માનું ખરું સ્વરૂપ જે ધર્મમાં યથાર્થ જણાય તે ધર્મને સ્વીકાર મનુષ્યો કરી શકે છે. જૈન ધર્મમાં આત્મજ્ઞાન સંબંધી ઘણું કહેવામાં આવ્યું છે.
દીલગીરીની વાત છે કે કેટલાક અનુજને જૈનધર્મને નાસ્તિક ધર્મ કહે છે. પણ તેવાઓ ઉપર કરૂણભાવ લાવ જોઈએ.
ખરે આસ્તિક કેણ?—જે પરમેશ્વરને માને, પુણ્યને માને, પાપને માને, બંધને માને, મોક્ષને માને, સ્વર્ગને માને, નરકને માને, દેવતાઓને
For Private And Personal Use Only