________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
વચનામૃત.
૪૧
છાને રહેતો નથી. કદાપિ એમ સમજે કે મૂર્તિપૂજક પક્ષ ચેઈયાલય જિણ પરિમાને જે અર્થ ગ્રહણ કરે છે તે અમને ઠીક લાગતો નથી. એમ જે સામા પક્ષ તરફથી કહેવામાં આવે તો તેને જવાબ કે કાશીના પંડિત કે જે જૈનેના ભેદથી અજાણ છે તેમને પૂછી જુઓ. તેઓ માગધી ભાષાના શબ્દનો સારી રીતે અર્થ કરી શકશે. તેમ તેના કરતાં પણ જર્મનીમાં, યુરેપમાં હજારે જેન ગ્રન્યો છે. અને વળી જર્મનીમાં જેનસૂત્રના જાણ હર્મન જેકોબી વિગેરે વિધાન છે. તેમણે આપણું સૂત્રોનાં ભાષાંતર પણ કર્યો છે. તેઓ માગધી ભાષાના જાણકાર છે. ભલા બન્ને પક્ષ તરફથી પત્ર લખી ખુલાસે તો મંગાવો. સત્ય તરી આવશે અને મત કદાગ્રહ દૂર થશે, અને જેનોમાં સંપ થશે.
હવે મૂળ વિષય ઉપર આવીએ–તે અસંયતિ જનપ્રતિમાની પૂજા કરવા લાગ્યા. તીર્થંકરના વચનો અનાદર કર્યો. હવે ગતમ સ્વામી શ્રી વીરપ્રભુને કહે છે કે –
से भयवं जेणं केइ साहु वा साहुणी वा निग्गंथे अणगारे दबध्ययं कुज्जासेणं किमालावेज्जा.
હે ભગવન નિગ્રંથ નામ જેણે બાહ્ય અને અત્યંતરથી ગ્રંથી છોડી એવા અને જેણે ઘર છોડયું એવા અણગારીભૂત સાધુ વા સાધ્વી થઈને દવસ્થય એટલે દ્રવ્યસ્તવ-અષ્ટ પ્રકારી પૂજા વગેરે શ્રાવકની પેઠે કરે, તેને કિંમાલવેઝા એટલે કેવા કહેવા. આ ઠેકાણે જેન હિતેચ્છુ પત્રના અધિપતિએ “ દ્રવ્યપૂજા કરે અથવા પ્રરૂપે એવા સાધુને કેવા કહેવા.” અહીં તેમણે પ્રરૂપે એમ મૂળમાં નથી છતાં લખીને ભૂલ કરી છે.
પ્રશ્ન–શું ભૂલ કરી છે ?
ઉત્તર—દ્રવ્યસ્તવ સાધુ વા સાધ્વી કરે નહિ પણ શ્રાવકને દ્રવ્યસ્તવ કેવી રીતે કરે તે સૂત્રના અનુસારે કહે-ઉપદેશ આપે તેમાં દેષ નથી, જે દ્રવ્યસ્તવને ઉપદેશ આપે નહિ એમ સાધુને કહેવું હોત તો નિયમ છે - on શર્થ ગુજકાલે રિ મારવેક્ષા આટલે પાઠ કહેતજ નહિ, અણુગાર સાધુ પિતે દ્રવ્યપૂજા કરે તો તેને કેવો કહે એટલોજ પાઠ છે. તેથી સાધુ વ્યાપૂજા શ્રાવક કેવી રીતે કરે તેને ઉપદેશ આપે એમાં દોષ નથી. અત્ર જેન હિતેચ્છુ પત્રના અધિપતિએ દ્રવ્યપૂજ પ્રરૂપે તે તેને કેવા કહેવા એટલા શબદ આ મહાનિશીથ સૂત્ર વિરૂદ્ધ લખ્યા છે. તેઓ વિચારશે તે સમજશે. હવે સાધુ વા સાધ્વી દ્રવ્યપૂજા જેમ શ્રાવક કરે છે તેની પેઠે
For Private And Personal Use Only